Yoga For Eye Care સ્ક્રીન સામેના લાંબા સમયથી આંખોમાં થતી સમસ્યાઓ
Yoga For Eye Care આજની લાઈફસ્ટાઈલમાં મોટાભાગના લોકો આખો દિવસ ફોન, કોમ્પ્યુટર કે લેપટોપ સામે કામ કરે છે. જેના કારણે આંખોમાં થકાવટ, શુષ્કતા, બળતરા, પાણી આવવું અને દ્રષ્ટિ નબળી થવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જો તમે પણ એવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો યોગ દ્વારા આંખોની કાળજી લઇ શકાય છે. યોગ માત્ર શરીર માટે નહીં, પણ આંખોની તંદુરસ્તી માટે પણ અસરકારક છે.
શું યોગથી ચશ્માનો નંબર ઓછો થઈ શકે?
યોગ અને આયુર્વેદિક અભિગમ મુજબ, નિયમિત આંખાના યોગાસનો અને શ્વાસ સંબંધિત પ્રણાયામ દ્વારા આંખોની મસલ્સ મજબૂત બની શકે છે અને તેનાથી દ્રષ્ટિ સુધારામાં મદદ મળે છે. જોકે, સંપૂર્ણપણે ચશ્માનો નંબર ઉતરી જશે એવું કહેવું વૈજ્ઞાનિક રીતે સાબિત નથી, પણ દ્રષ્ટિની ગુણવત્તા સુધારવા અને નંબર વધતા અટકાવવા માટે યોગ નક્કીથી મદદરૂપ બને છે.
અસરકારક યોગાસન અને આંખની કસરતો
1. પલક ઝપકાવવી (Blinking):
આ સરળ કસરતમાં તમે આંખો ઝડપથી 10 વખત ઝપકાવશો, ત્યારબાદ 20 સેકંડ માટે આંખો બંધ રાખશો. દિવસમાં 3-5 વાર આ અભ્યાસ કરવાથી આંખોમાં લચક અને રિલેક્સેશન મળે છે.
2. સાઇડ લુકિંગ (Side Viewing):
પલાઠી મારીને બેસી જાવ. હાથના અંગૂઠાને આગળ રાખી, તેને ધીરે ધીરે ડાબી અને જમણી તરફ લઈ જાવ અને આંખોથી અનુસરો. આ અભ્યાસ દ્રષ્ટિ ભેદ મજબૂત બનાવે છે.
3. હથેળીથી શેક આપવો (Palming):
કામ દરમ્યાન થોડો સમય કાઢીને હથેળીઓને ઘસીને આંખોના પોપચા પર રાખો. આ થાકેલી આંખોને આરામ આપે છે અને થકાવટ દૂર કરે છે.
4. એક બિંદુ પર નજર કેન્દ્રિત કરવી (Tratak):
એક સ્થિર વસ્તુ કે દીવાના જ્યોત પર સતત નજર રાખવી, જ્યાં સુધી આંખમાંથી પાણી ન આવે. આ ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધારશે અને આંખોની અંદરનું ટેન્શન ઓછી કરશે.
નિયમિતતા છે સફળતા પાછળનું રહસ્ય
આ તમામ યોગાસનો નિયમિત રીતે કરો તો તે આંખોની રોશની વધારવામાં સહાયક બની શકે છે. સાથે જ, સંતુલિત આહાર, પૂરતો ઊંઘ અને પાણીનું પૂરતું સેવન પણ આંખોની તંદુરસ્તી માટે જરૂરી છે.
યાદ રાખો, યોગ સ્વસ્થ જીવનશૈલી તરફ એક પગલું છે, અને આંખોની સંભાળ માટે તેનું પાલન કરવું અત્યંત જરૂરી છે.