મુંબઈમાં મૌસમી તોફાન: ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, 6 ના મોત અને અનેક સેવા વ્યવસ્થાઓ પર અસર
ભારે વરસાદના પગલે સ્થિતિ ભયજનક
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદે આખા રાજ્યને કંપાવી દીધું છે. મુંબઈ, નાંદેડ, બીડ જેવા શહેરોમાં વરસાદે ભારે નુકસાન પોહચાડ્યું છે. વરસાદને કારણે મુંબઈ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં 6 લોકોના મોત થયા છે અને અનેક જગ્યાએ જીવ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદના કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને નદીઓ તેમજ નાળાઓ ઉફાન પર આવ્યા છે.
ટ્રેન અને ફ્લાઇટ સેવા પર અસર
વિશેષ કરીને પરિવહન સેવાઓ પર ભારે અસર જોવા મળી છે. રેલ્વે દ્વારા 14 ટ્રેનો રદ કરવામાં આવ્યા છે અને લોકલ ટ્રેન સેવાઓ પણ વિલંબથી ચાલી રહી છે. ઘણા વિસ્તારમાં રેલ્વે ટ્રેક પાણીમાં ગરકાવ થયા છે. ઇન્ડિગો એરલાઈન્સે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે જેમાં મુસાફરોને આગોતરો આયોજન કરવા અને એરસફર માટે વધારાનો સમય કાઢવાની સલાહ આપવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પર પણ વિમાનોના અવરજવર પર અસર જોવા મળી રહી છે.
Indigo issues travel advisory in view of heavy rains in Mumbai. pic.twitter.com/zsuwLo6Ndm
— ANI (@ANI) August 20, 2025
શાળાઓ બંધ અને બચાવ કામગીરી
પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના ઘણા વિસ્તારોમાં શાળાઓ અને કોલેજો તાત્કાલિક બંધ રાખવામાં આવી છે. મુંબઈ મોનોરેલની એક ઘટનાઓમાં 582 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. 23 લોકો બેભાન થતા તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. સાયન હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ હવે સ્થિર હાલતમાં હોવાનું જણાવાયું છે.
मुंबई के गोरेगांव (पूर्व) ओबेरॉय मॉल के सामने का यह दृश्य है, जिसे सबसे पॉश इलाका माना जाता है।
ईश्वर इस देश और इसकी भ्रष्ट व्यवस्था से मुंबई को बचाए। 🙏🇮🇳#MumbaiRains #MumbaiRain #DeshdrohiBCCI #AsiaCup2025 pic.twitter.com/wz0QyajHYl
— Rebel_Warriors (@Rebel_Warriors) August 20, 2025
એનડીઆરએફ અને એસડીઆરએફ તૈનાત
મહારાષ્ટ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું કે રાજ્યમાં કુલ 18 NDRF અને 6 SDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. નાંદેડ જિલ્લાના મુખેડ તાલુકામાં SDRF દ્વારા 293 લોકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે. રાજ્યમાં 5 લોકો હજુ પણ ગુમ છે અને તેમની શોધખોળ ચાલુ છે.
હવામાન વિભાગનું એલર્ટ
હવામાન વિભાગે મુંબઈ માટે 20 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા છે, પરંતુ હાલની સ્થિતિ જોખમભરી છે. મુંબઈના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, જેમાં ગોરેગાંવ (પૂર્વ) પણ શામેલ છે. રસ્તાઓ પર બાળકો તરતા નજરે પડ્યા હતા, જે હાલતની ગંભીરતાને દર્શાવે છે.
#WATCH | Maharashtra: Normal life affected in Mumbai as several parts of the city remain waterlogged following incessant heavy rainfall. Visuals from Nalasopara West. pic.twitter.com/F8V47fmFqE
— ANI (@ANI) August 20, 2025
ભારે વરસાદે મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં અનેક મુદ્દાઓ ઊભા કર્યા છે. જનજીવનમાં ભારે વિક્ષેપ જોવા મળ્યો છે અને રાહત કામગીરી ઝડપથી ચાલી રહી છે. લોકોને સલામતી માટે ઘરમાં રહેવાની અને અધિકારી વિભાગોની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.