ગુજરાતમાં બેરોજગારી વધતી જઈ રહી છે. મોંઘામાં મોઘું ઉચ્ચ શિક્ષણ લીધેલા યુવાનો પણ બે-રોજગારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. ત્યારે આનાથી વિપરીત હિમતનગરનો એક યુવાન સરકારી નોકરીની આશા છોડીને ઓર્ગનીક વાવેતર અને દુધની આઈટમોની બનાવટ શરુ કરી છે. આજે એ ક્લાસ વન અધિકારી કરતા વધુ કમાઈ રહ્યો છે.હિમતનગર તાલુકાના દેસાસણ ગામનો વિરલ પટેલ ગાયના દૂધમાંથી ઘી અને છાશ બનાવતા જોઈ કોઈ એમ નહિ કહી શકે કે તેણે બી.બી.એનો કોર્સ કર્યો હશે. બીબીએનો કોર્સ કર્યા બાદ પણ સરકારી કે સહકારી નોકરીનું સપનું સાકારનાં થતા તેણે ઓર્ગેનિક હબ શરુ કર્યું. આજે તે ૨૫ ગીર ગાયો લાવીને ઘી, દૂધ, છાસ અને ઓર્ગેનિક અનાજ તથા તેલનું વેચાણ શરુ કર્યું છે.સાબર ડેરીની ભરતીમાં હાલ લાખો રૂપિયા લેવાતા હોવાનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે વિરલે ડેરીમાં ૨૦ લાખ ભરવાના બદલે એ ૨૦ લાખમાંથી પોતાનો આ નાનો અને આગવો વ્યવસાય શરુ કર્યો છે. હાલમાં તે ઓર્ગેનિક ઘી, દૂધ, છાસ, ઘઉં અને તેલ બજારમાં વેચી રહ્યો છે. અને તેના ભાવ પણ બજારમાં મળતી ચીજો કરતા ૨૫ ટકા વધુ મળી રહ્યા છે.છેલ્લા દસ વર્ષોમાં કેન્સરના રોગમાં નોંધપાત્ર વધારો થયો છે. રસાયણિક ખાતરનાં વધુને વધુ ઉપયોગથી આ નોબત આવી રહી છે. ત્યારે હવે વિરલ જેવા યુવાનોએ બેરોજગાર ન રહેતા આ ઓર્ગેનિક હબ શરુ કરીને એક રીતે રોજગારી સાથે લોકોની તંદુરસ્તી પણ જાળવી રાખવાનું કામ શરુ કર્યું છે.
Friday, May 10