પોરબંદરથી અમદાવાદ સુધી ફેલાયેલુ હીરલબા જાડેજાનું છેતરપિંડી નેટવર્ક, નૈતિક માવાણી ફરાર
Hiralba Jadeja Cyber Fraud: પોરબંદરના ખ્યાતનામ ગેંગસ્ટર સરમણ મુંજા (Gangster Saraman Munja) અને ભૂરા મુંજા (Gangster Bhura Munja) એક સમયના અપરાધ જગતમાં જાણીતા નામો હતાં. સરમણ મુંજાની હત્યા પછી ભૂરા મુંજાએ ઈંગ્લેન્ડથી પરત આવી બદલો લીધો હતો, અને એ પરિવારના જીવન પર ફિલ્મ પણ બની હતી. હવે, આ જ કુટુંબ ફરી એક વખત ચર્ચામાં છે — કારણ કે ભૂરા મુંજાની બીજી પત્ની હીરલબા જાડેજા (Hiralba Bhura Munja Jadeja) સાયબર ફ્રોડના અનેક કેસોમાં ધરપકડ બાદ જેલના સળિયા પાછળ પહોંચી ગઈ છે.
કરોડોના હવાલા રેકેટમાં હીરલબાની મોટી ભૂમિકા
દેશભરના નાગરિકોને છેતરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગમાં હીરલબા મહત્વની ભૂમિકા ભજવી રહી હતી. Ahmedabad Cyber Cell એ તાજેતરમાં હીરલબાને ધરપકડ કરી છે, જ્યારે તેનો ભાગીદાર નૈતિક માવાણી (Naitik Mavani Mumbai) હજી ફરાર છે. તપાસમાં ખુલ્યું છે કે, હીરલબા બેંક એકાઉન્ટ મારફતે વિદેશમાં નાણા મોકલતી હતી અને તે બદલ ભારે કમિશન (Commission) મેળવનાર હતી.

ભૂરા મુંજાની બીજી પત્ની બન્યા બાદ શક્તિ અને પ્રભાવ વધ્યો
1980ના દાયકામાં Gangster Bhura Munja જેલમાં હતા ત્યારે લોહાણા સમાજની ચૌલાબહેન સાથે પરિચય બાદ તેમણે લગ્ન કર્યા હતા. બાદમાં, રાજકારણમાં પ્રવેશી કુતિયાણાથી અપક્ષ ધારાસભ્ય (Bhura Munja MLA) બન્યા. પછી તેઓ કાઠી દરબારની દીકરી હંસાબહેન ખાચર ઉર્ફે હીરલબા સાથે પરિચયમાં આવ્યા અને બંનેએ લગ્ન કર્યા. ભૂરા મુંજાની પહેલી પત્ની વિદેશમાં વસે છે. હીરલબાએ ભૂરા મુંજાના પ્રભાવનો ઉપયોગ કરીને વ્યવસાય અને આર્થિક રીતે પોતાનું નેટવર્ક મજબૂત બનાવ્યું હતું.
કેવી રીતે ફૂટી હીરલબાની છેતરપિંડી?
હીરલબા સામે અગાઉ પણ અપહરણ અને ખંડણી વસૂલવાના કેસો નોંધાયા છે. વિદેશમાં રહેતી એક મહિલાએ સોશ્યલ મીડિયા પર વીડિયો મૂકી હીરલબા અને તેના સાથીઓ પર ખંડણીનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ પોરબંદર પોલીસે સુરજ પેલેસ અને ઝવેરી બંગલોઝ પર રેડ પાડી અનેક બેંક એકાઉન્ટના પુરાવા હાથ ધર્યા. તપાસમાં જાણવા મળ્યું કે, આ એકાઉન્ટો Cyber Fraud Money Transfers માટે વપરાતા હતા.
અમદાવાદ સાયબર ક્રાઈમમાં 31.59 લાખની છેતરપિંડીનો કેસ
Ahmedabad Cyber Crime Police Station ખાતે નોંધાયેલા કેસ મુજબ, “મોતીલાલ ઓસવાલ ઈન્વેસ્ટમેન્ટ ક્લબ”ના નામે વોટ્સએપ ગ્રુપ બનાવી સુરજ પટેલ નામના એક્યુપ્રેશર થેરાપીસ્ટને રોકાણના નામે 31.59 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ. તપાસમાં પૈસા હીરલબા જાડેજા અને નૈતિક માવાણીની ખોટી કંપનીઓના એકાઉન્ટમાં જતા જોવા મળ્યા. હીરલબા તથા સચિન મહેતા (મુંબઈ)ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માસ્ટરમાઈન્ડ નૈતિક માવાણી હજી ફરાર છે.

અઢી મહિનામાં 139 કરોડની હેરફેરનો ખુલાસો
તપાસમાં હીરલબાના નાણાકીય વ્યવહારો ચોંકાવનારા સાબિત થયા. 2024માં માત્ર અઢી મહિનામાં 139 કરોડ રૂપિયાની હેરફેર થઈ હોવાનું બહાર આવ્યું છે. જુનાગઢની “વિઠ્ઠલ પલ્સ” નામની બોગસ પેઢીના બે એકાઉન્ટમાં 25 જુલાઈથી 20 ઑક્ટોબર વચ્ચે સતત નાણા જમા અને ઉપાડાયા. આ એકાઉન્ટની માલિકી હીરલબા જાડેજાની હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
હવે ફરી જેલની સળિયા પાછળ
પોરબંદર, જુનાગઢ અને હવે અમદાવાદમાં સાયબર ફ્રોડના કેસો બાદ હીરલબા ફરી જેલમાં છે. એક સમયના ગેંગસ્ટર ભૂરા મુંજાની પત્ની રહેલી આ મહિલા હવે Cyber Crime Network નો ભાગ બની ગઈ હોવાનું પોલીસ કહે છે. તપાસમાં વધુ આંતરરાષ્ટ્રીય કડી બહાર આવવાની શક્યતા છે.

