નવા અવતારમાં આવી Honda Amaze: ‘ક્રિસ્ટલ બ્લેક’ કલર સાથે મારુતિ ડિઝાયરને આપશે સીધી ટક્કર
હોન્ડા કાર્સ ઇન્ડિયાએ પોતાની સૌથી સસ્તી અને લોકપ્રિય કોમ્પેક્ટ સેડાન Honda Amaze ને નવા અંદાજમાં લોન્ચ કરી છે. આ વખતે કંપનીએ તેમાં એક નવો કલર ઓપ્શન ‘ક્રિસ્ટલ બ્લેક પર્લ’ ઉમેર્યો છે, જે તમામ વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ હશે. આ નવો બ્લેક શેડ કારને એક આકર્ષક ઓલ-બ્લેક લુક આપે છે. તેની શરૂઆતી કિંમત લગભગ ₹8.08 લાખ (એક્સ-શોરૂમ) છે. ખાસ વાત એ છે કે તેમાં કોઈપણ પ્રકારનો મોટો કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યો નથી.
કલર ઓપ્શન
નવા ક્રિસ્ટલ બ્લેક પર્લ ઉપરાંત, અમેઝ પહેલાથી જ ઘણા રંગોમાં આવે છે, જેમ કે:
- ગોલ્ડન બ્રાઉન મેટાલિક
- લુનર સિલ્વર મેટાલિક
- મેટેરોઇડ ગ્રે મેટાલિક
- રેડિયન્ટ રેડ મેટાલિક
- પ્લેટિનમ વ્હાઈટ પર્લ
- ઓબસિડિયન બ્લુ પર્લ
એન્જિન અને પરફોર્મન્સ
Honda Amazeમાં તે જ જૂનું પણ ભરોસાપાત્ર 1.2-લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 89 bhpની પાવર અને 110 Nmનું પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં ગિયરબોક્સના બે વિકલ્પો મળે છે – 5-સ્પીડ મેન્યુઅલ અને CVT ઓટોમેટિક.
ડિઝાઇનની દૃષ્ટિએ, કારમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, DRLs, અને પાછળની તરફ વિંગ-શેપ્ડ LED ટેલલાઇટ્સ આપવામાં આવી છે. સાથે જ તેમાં નવા ડિઝાઇનવાળા 15-ઇંચ ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ પણ લગાવવામાં આવ્યા છે.
ઇન્ટિરિયર અને ફીચર્સ
અમેઝનું કેબિન પણ ઘણા મોડર્ન ફીચર્સથી સજ્જ છે. તેમાં શામેલ છે:
- 8-ઇંચ ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
- વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો
- 7-ઇંચ સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
- ફ્રન્ટ પેસેન્જર્સ માટે બકેટ સીટો
- રિયર પેસેન્જર્સ માટે AC વેન્ટ્સ
- 2.5 HEPA ફિલ્ટરવાળો અપગ્રેડેડ AC બ્લોઅર
- વાયરલેસ ચાર્જર, ઓટો ક્લાઈમેટ કંટ્રોલ, અને કપહોલ્ડર સાથે રિયર સેન્ટર આર્મરેસ્ટ
સેફટી ફીચર્સ
હોન્ડા અમેઝને અત્યાર સુધીની સૌથી સુરક્ષિત કોમ્પેક્ટ સેડાન કહેવામાં આવી રહી છે. તે ADAS (Honda Sensing) સાથે આવે છે, જે VX અને ZX ટ્રીમ્સમાં ઉપલબ્ધ છે. તેમાં શામેલ છે:
- એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ
- ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ
- લેન આસિસ્ટ અને ડ્રાઇવિંગ એડ્સ
આ ઉપરાંત કારમાં 6 એરબેગ્સ, વ્હીકલ સ્ટેબિલિટી આસિસ્ટ (VSA) અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવા ફીચર્સ પણ હાજર છે.
નવા બ્લેક પર્લ અવતાર અને એડવાન્સ ફીચર્સ સાથે Honda Amaze, ભારતીય કાર બજારમાં મારુતિ ડિઝાયરને સીધી ટક્કર આપી રહી છે. સ્ટાઇલિશ લુક, ભરોસાપાત્ર એન્જિન અને એડવાન્સ્ડ સેફટી ફીચર્સને કારણે આ કાર મિડ-સેગમેન્ટ ગ્રાહકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બનીને ઉભરી છે.