Surat સુરતનાં આર્થિક માફિયા: હવાલા રેકેટ,USDT, ગેમિંગ ફંડ સુધી ઈમ્તિયાઝ સદ્દામનું નેટવર્ક, મકબુલ ડોક્ટર (મામા) સાથે કનેક્શન? વોન્ટેડ ફૈઝલ ક્યાં? બસ્સમ બેંગકોકમાં શું કરે છે?
Surat રાંદેર-ગોરાટ રોડનાં ખાન સાહેબ બનીને ફરતા ઈમ્તિયાઝ સદ્દામની મંડળી સામે પોલીસે શિકંજો કસતા ભારે ચકચાર મચી જવા પામી હતી. સુરત એસઓજીએ સરાજાહેર વરઘોડો કાઢતા સ્થાનિક મુસ્લિમ લોકો અને મહિલાઓએ પોલીસના હારતોરા અને ફૂલોનો વરસાદ કર્યો હતો. ઈમ્તિયાઝ સદ્દામ અને સાહિલ સામે ઉપરાછાપરી મહિધરપુરા અને અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ અઠવા પોલીસે ઈમ્તિયાઝ સદ્દામની ધરપકડ કરી છે.
વિગતો મુજ ઈમ્તિયાઝ સદ્દામનો ભૂતકાળ જોઈએ તો
કાપડની માર્કેટોમાંથી તાકા ચોરીથી શરુઆત કર્યા બાદ મોટી મોટી પાર્ટીઓનાં ઉઠમણામાં પણ તેનો હાથ હોવાની બાબત પોલીસ તપાસમાં ખૂલવા પામી છે. ત્યાર બાદ જેમ જેમ સમય વિતતો ગયો ઈમ્તિયાઝ સદ્દામે હવાલા રેકેટમાં ઝંપલાવ્યું અને યુએસડીટી તથા ગેમિંગ ફંડ દ્વારા પણ હવાલા રેકેટમાં પોતાનો કસબ અજમાવી ચૂક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગતો મુજબ સુરતના મહિધરપુરા અને અઠવા પોલીસ સ્ટેશનમા નોંધાયેલી ફરિયાદમાં ઈમ્તિયાઝ સદ્દામની સાથે તેના ભાઈ ફૈઝલ પણ આરોપી તરીકે છે.
હાલમાં ફૈઝલ ક્યાં છે તેની તપાસ કરવામાં આવી રહી છે
પરંતુ જાણવા મળતી માહિતી મુજબ ફૈઝલ વિદેશ ભાગી છૂટ્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મોટા ભાગે ફૈઝલ દુબઈ ભાગી ગયો હોવાની ચર્ચા લોકમુખે ચાલી રહી છે. ફૈઝલ માટે એવું કહેવાય છે કે પીલા એટલે ગોલ્ડની સ્મલિંગ પણ તે સંડોવાયેલો હોવાનું કહેવાય છે.
વિગતો મુજબ દોઢ-બે મહિના પહેલા પકડાયેલા અને 500 કરતાં વધુ એકાઉન્ટ ભાડે રાખી હવાલા રેકેટ ચલાવતા અને હાલમાં જેલના સળિયા પાછળ ધકેલાયેલા મકબૂલ ડોક્ટર(મકબુલ મામા) સાથે પણ ઇમ્તિયાઝ સદ્દામ અને તેની મંડળીના સીધા કનેક્શન હોવાની આશંકા છે. ખાસ કરીને હવાલા અને યુએસડીટી તેમજ ગેમિંગ ફંડમાં મકબૂલ ડોક્ટર(મકબુલ મામા) સાથે ઈમ્તિયાઝ સદ્દામ અને તેના ભાઈ ફૈઝલની સાંઠગાંઠ હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. પોલીસે આ દિશામાં પણ તપાસ કેન્દ્રિત કરી છે.
પોલીસ તપાસમાં હજુ નવા ઘટસ્ફોટ થવાની શક્યતા જોવા મળી રહી છે. ખંડણી કેસમાં આવતીકાલે ઈમ્તિયાઝ સદ્દામને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.જાણવા મળ્યા મુજબ મકબૂલનો દિકરો બેગકોકમાં છે અને તે ત્યાં ડોકટર તરીકે પ્રેકટીસ કરતો હોવાનું કહેવાય છે, પરંતુ બસ્સમ પણ એક કેસમાં વોન્ટેડ હોવાનું જાણવા મળી રહ્યું છે.