Hydroponics Technology: માટી વગર પાક ઊગાડવાની આધુનિક રીત વિશે જાણો બધું

Arati Parmar
3 Min Read

Hydroponics Technology: હાઇડ્રોપોનિક્સ ખેતી એટલે શું?

Hydroponics Technology: આજના સમયમાં ખેતી માટે જમીનની અછત ઊભી થઈ છે. વસ્તી વધી રહી છે અને ખેતી લાયક જમીન પર રહેવાના મકાનો કે ફેક્ટરીઓ ઉભી થઈ રહી છે. આવા સમયમાં, ખેતીના નવા વિકલ્પ તરીકે હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજી (Hydroponics Technology) ઉદભવી છે. આ પદ્ધતિમાં માટી વગર પાક ઉગાડવામાં આવે છે અને તેના માટે માત્ર પોષક તત્ત્વોયુક્ત પાણીની જરૂર પડે છે.

માટી વગર પાક કેવી રીતે ઊગે?

હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજી એ એવી પદ્ધતિ છે જેમાં છોડને માટી વિના ઉગાડવામાં આવે છે. તેના બદલે, છોડને પાણીમાં પોષક તત્ત્વો આપીને એનું પોષણ કરવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા તમે ઘઉં, ડાંગર, મકાઈ, કેસર અને વિવિધ પ્રકારની શાકભાજી ઊગાડી શકો છો – તે પણ ઓછી જગ્યામાં.

Hydroponics Technology

હાઇડ્રોપોનિક્સ માટે જરૂરી સેટઅપ

હાઇડ્રોપોનિક્સ ખેતી માટે તમને નીચે મુજબના તત્ત્વોની જરૂર પડશે:

મલ્ટી-લેવલ સ્ટ્રક્ચર: ખાસ ડિઝાઇન કરેલા પ્લાસ્ટિક પાઈપો જેનામાં છોડના બીજ રાખવા માટે ટ્રે મુકવામાં આવે છે.

સિંચાઈની વ્યવસ્થા: પાઈપોમાં સમયસર પાણી પહોંચે માટે સ્પ્રે નોઝલ અથવા ડ્રિપ સિસ્ટમ લગાવવી.

તાપમાન નિયંત્રણ: રૂમમાં તાપમાન જાળવવા માટે એર કંડિશનર લગાવવો.

પ્રકાશ વ્યવસ્થા: કુદરતી કે આર્ટિફિશિયલ લાઇટિંગ પૂરતું હોવું જોઈએ.

સફાઈ અને પાણીની ગુણવત્તા: પોષક દ્રાવણ માટે શુદ્ધ અને તાજું પાણી જ ઉપયોગ કરવું.

હાઇડ્રોપોનિક્સ સ્ટ્રક્ચર કોણ બનાવી આપે?

જો તમે હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજીથી ખેતી શરૂ કરવા ઈચ્છો છો, તો તમારે જાતે સ્ટ્રક્ચર બનાવવાની જરૂર નથી. ઘણી ખાનગી કંપનીઓ હાઇડ્રોપોનિક્સ માટે ખાસ ડિઝાઇન અને ઇન્સ્ટોલેશન સેવા આપે છે. ઉપરાંત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કૃષિ વિભાગ પણ માર્ગદર્શન પૂરું પાડી શકે છે.

Hydroponics Technology

શરૂઆત કેવી રીતે કરવી?

પ્રથમવાર લઘુતમ રોકાણ સાથે શરૂ કરો.

ઓછા ખર્ચાવાળા અને સામાન્ય પાકોથી શરૂઆત કરો જેમ કે કોથમિર, લીલા શાકભાજી.

પાણી શુદ્ધ હોવું જોઈએ, જૂનું કે ગંદું પાણી છોડને નુકસાન પહોંચાડી શકે.

લાઇટિંગ માટે યોગ્ય પ્રકારના બલ્બ પસંદ કરો અને વીજ વ્યવસ્થા સુધારેલી હોવી જોઈએ.

હાઇડ્રોપોનિક્સ ખેતીનાં લાભો

માટી વગર ખેતી શક્ય.

ઓછી જગ્યા અને ઓછા પાણીમાં વધુ ઉત્પાદન.

શહેરોમાં પણ ખેતી શક્ય – ઘરનાં ટેરેસ કે રૂમમાં.

Hydroponics Technology એ ખેડૂતો માટે ખેતીનું ભવિષ્ય બની શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે જમીન ઓછામાં ઓછી હોય અને પોષણક્ષમ ઉત્પાદનની જરૂર હોય. જો યોગ્ય રીતે આયોજન થાય, તો હાઇડ્રોપોનિક્સ ખેતી ઓછા ખર્ચે વધુ નફો આપી શકે છે.

Share This Article