હ્યુન્ડાઇનું નવું વિઝન: કેલિફોર્નિયામાં વિકસાવવામાં આવેલો ક્રેટર કન્સેપ્ટ, લાઇફસ્ટાઇલ મોબિલિટી પર ફોકસ
ઓટોમોબિલિટી LA ૨૦૨૫માં હ્યુન્ડાઇએ એક એવો કન્સેપ્ટ રજૂ કર્યો છે, જે વેચાણ કરતાં વધુ આઇડિયા અને ડિઝાઇન ફિલોસોફી દર્શાવે છે. આનું નામ છે હ્યુન્ડાઇ ક્રેટર કન્સેપ્ટ (Hyundai Crater Concept) – એક કોમ્પેક્ટ ઑફ-રોડ એસયુવી, જેને ખાસ કરીને કેલિફોર્નિયામાં વિકસાવવામાં આવી છે અને જે હ્યુન્ડાઇના લાઇફસ્ટાઇલ મોબિલિટી વિઝનને બતાવે છે.
ક્રેટર કન્સેપ્ટનો લુક દમદાર:
ક્રેટર કન્સેપ્ટનો લુક જોતા જ સ્પષ્ટ થઈ જાય છે કે તેને મુશ્કેલ અને ઑફ-રોડ ટ્રેલ્સ માટે તૈયાર કરવામાં આવી છે.
-
ડિઝાઇન: નાના ઓવરહેંગ, સીધી બોડી લાઇન અને કોમ્પેક્ટ સાઈઝ તેને દમદાર બનાવે છે. આ હ્યુન્ડાઇની નવી “Art of Steel” ડિઝાઇન પર આધારિત છે, જેમાં દરેક પેનલનું કદ ઉપયોગિતા અને મજબૂતીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
-
ટાયર અને સ્કીડ પ્લેટ: નીચેની તરફ એક મોટું પ્રોટેક્ટિવ સ્કીડ પ્લેટ એવું લાગે છે જાણે આખું વાહન તેના પર ટકેલું હોય. તેની ઉપર પહોળા ફેન્ડર ૩૩-ઇંચના મોટા ઑફ-રોડ ટાયરને કવર કરે છે, જેના જ્યોમેટ્રિક પેટર્નવાળા વ્હીલ્સ ‘કોસ્મિક ઇમ્પેક્ટ’ જેવી થીમ દર્શાવે છે.
અસલી ઑફ-રોડ ગિયર સાથે:
આ એસયુવીની છત પર અસલી ઉપયોગ માટેના ગિયર રેક અને લાઇટ્સ આપવામાં આવી છે.
-
ગ્લાસ સુરક્ષા: બોનેટથી છત સુધી સ્ટીલ કેબલ લગાવવામાં આવ્યા છે, જેથી જંગલોમાં ઝાડની ડાળીઓથી ગ્લાસને સુરક્ષિત કરી શકાય.
-
હિડન ફિચર: આટલું જ નહીં, રિકવરી હૂકમાં એક બોટલ ઓપનર પણ છુપાયેલું છે.
આંતરિક ભાગ: સ્ક્રીન નહીં, ફંક્શન પર ફોકસ:
અંદરના ભાગમાં, હ્યુન્ડાઇએ પ્રીમિયમ એસયુવી લેઆઉટથી હટીને, એક ઑફ-ગ્રિડ ટ્રાવેલ વાતાવરણ તૈયાર કર્યું છે.
-
ડિસ્પ્લે: પરંપરાગત સ્ક્રીનની જગ્યાએ આખી પહોળાઈમાં ફેલાયેલું હેડ-અપ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.
-
ઇન્ફોટેનમેન્ટ: ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ બ્રિંગ-યોર-ઓન-ડિવાઇસ (Bring-Your-Own-Device) પર ચાલે છે, એટલે કે યુઝર પોતાના ગેજેટ્સ જાતે કનેક્ટ કરી શકે છે.
હ્યુન્ડાઇએ હજી એ સ્પષ્ટ નથી કર્યું કે ક્રેટર પ્રોડક્શન મોડેલ બનશે કે નહીં, પરંતુ કંપની તરફથી એક વાત સ્પષ્ટ છે કે લાઇફસ્ટાઇલ ઑફ-રોડિંગની દુનિયામાં હ્યુન્ડાઇ હવે પહેલા કરતા વધુ ગંભીર છે.

