બેંક જોબ્સ 2025: IBPS RRBમાં 13,217 પદો પર ભરતી, આજથી અરજી શરૂ
સરકારી બેંક નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે મોટી ખુશખબર. ઈન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ રિજનલ રૂરલ બેંકો (RRB)માં 13,217 પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે ઓનલાઈન અરજી 1 સપ્ટેમ્બર 2025થી 21 સપ્ટેમ્બર 2025 સુધી કરી શકાય છે. અરજી પ્રક્રિયા અને ફી ચૂકવણીની છેલ્લી તારીખ પણ આજ છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ ibps.in પર જઈને અરજી કરી શકે છે.
ભરતીનું સંપૂર્ણ વિવરણ
આ ભરતીમાં અલગ-અલગ પદો માટે કુલ 13,217 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં –
- ઓફિસ આસિસ્ટન્ટ (ક્લાર્ક): 7,972 પદ
- ઓફિસર સ્કેલ-I: 3,007 પદ
- જનરલ બેંકિંગ ઓફિસર (મેનેજર) સ્કેલ-II: 854 પદ
- આઈટી ઓફિસર સ્કેલ-II: 87 પદ
- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) સ્કેલ-II: 16 પદ
- લો ઓફિસર સ્કેII: લ-48 પદ
- ટ્રેઝરી મેનેજર સ્કેલ-II: 16 પદ
- એમબીએ (ફાઈનાન્સ/માર્કેટિંગ) સ્કેલ-II: 15 પદ
- એગ્રીકલ્ચર ઓફિસર સ્કેલ-II: 50 પ
- ઓફિસર સ્કેલ-III: 199 પદ
પસંદગી પ્રક્રિયા
- ઓનલાઈન રજીસ્ટ્રેશન: 1 થી 21 સપ્ટેમ્બર 2025
- પ્રારંભિક પરીક્ષા: નવેમ્બર-ડિસેમ્બર 2025
- પ્રી રિઝલ્ટ: ડિસેમ્બર 2025 – જાન્યુઆરી 2026
- મુખ્ય પરીક્ષા: જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026
- ઇન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન: મુખ્ય પરીક્ષાના પરિણામ પછી
યોગ્યતા અને ઉંમર મર્યાદા
- ક્લાર્ક અને ઓફિસર સ્કેલ-I: સ્નાતક ડિગ્રી, ઉંમર 18 થી 30 વર્ષ.
- જનરલ બેંકિંગ ઓફિસર સ્કેલ-II: સ્નાતક અને ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ.
- આઈટી ઓફિસર સ્કેલ-II: કમ્પ્યુટર/આઈટી/ઈલેક્ટ્રોનિક્સમાં સ્નાતક + 1 વર્ષનો અનુભવ.
- સીએ ઓફિસર: ICAIમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ + 1 વર્ષનો અનુભવ.
- લો ઓફિસર: LLB + 2 વર્ષનો અનુભવ.
- ટ્રેઝરી/એમબીએ ઓફિસર: ફાઈનાન્સ અથવા માર્કેટિંગમાં MBA/CA + 1 વર્ષનો અનુભવ.
- એગ્રીકલ્ચર ઓફિસર: કૃષિ/પશુપાલન/ડેરી વગેરે વિષયમાં ડિગ્રી + 2 વર્ષનો અનુભવ, ઉંમર 21-32 વર્ષ.
- ઓફિસર સ્કેલ-III: સ્નાતક + 5 વર્ષનો અનુભવ, ઉંમર 21-40 વર્ષ.
અરજી ફી
- SC/ST/PwBD ઉમેદવારો માટે: ₹175
- અન્ય તમામ વર્ગો માટે: ₹850
જો તમે બેંકિંગ સેક્ટરમાં કરિયર બનાવવા માંગો છો, તો આ એક સુવર્ણ તક છે. સમયસર અરજી જરૂર કરો.