“IFSMN-ઈફસમન” ગુજરાતનાં પ્રમુખ તરીકે “સત્ય ડે”નાં CMD ગુલઝાર ખાનની વરણી, પત્રકાર જગતે વરણીને વધાવી, ચારેકોરથી અભિનંદનની વર્ષા
ઇન્ડિયન ફેડરેશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝપેપર્સ (IFSMN-ઈફસમન)નાં ગુજરાત રાજ્યનાં પ્રમુખ પદે ગુજરાતી ભાષાનાં 20 વર્ષથી કાર્યરત એવાં વલસાડનાં અગ્રગણ્ય દૈનિક “સત્ય ડે”નાં ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને એડિટર ગુલઝાર ખાનની વરણી કરવામાં આવતા પત્રકાર જગતે આ વરણીને વધાવી લીધી છે.
“સત્ય ડે”નાં CMD ગુલઝાર ખાનની ગુજરાત રાજ્યનાં IFSMN-ઈફસમનના પ્રમુખ તરીકે કરવામા આવતા તેમને ચારેતરફથી અભિનદંનની વર્ષા કરવામાં આવી રહી છે. ગુલઝાર ખાને “સત્ય ડે”ને મીડિયા હાઉસ તરીકે પ્રસ્થાપિત કરવામાં કોઈ પાછીપાની કરી નથી. અનેક ઉતાર-ચઢાવ અને મુશ્કેલ આર્થિક સ્થિતિઓમાં પણ તેમણે “સત્ય ડે”ને ધબકતું રાખવા માટે અથાક પ્રયાસો કર્યા છે અને આ પ્રયાસો આજે પણ અવિરત રીતે ચાલી રહ્યા છે અને ભવિષ્યમાં પણ ચાલતા રહેશે.
ગુલઝાર ખાનનાં નેતૃત્વમાં “સત્ય ડે” એ આજે ડિજિટલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયામા કાઠું કાઢ્યું છે. ગુજરાતનાં અગ્રણી મીડિયા પ્લેટફોર્મ બનવાની દિશામાં “સત્ય ડે” સતતને સતત આગેકૂચ તેમજ હરણફાળ ભરી રહ્યું છે.
IFSMN-ઈફસમન શું છે?
અત્રે નોંધનીય છે કે (IFSMN-ઈફસમન) લધુ અને મધ્યમ અખબારોની રજિસ્ટર્ડ સંસ્થા છે. આ ફેડરેશનની 1961માં સ્થાપના કરવામાં આવી હતી. દેશના મોટાભાગના રાજ્યોમાં (IFSMN-ઈફસમનનાં હોદ્દેદારો કાર્યરત અને સક્રીય છે. (IFSMN-ઈફસમન) બિનરાજકીય પત્રકારોનું સંગઠન છે. આ ફેડરેશન ભારતીય નાના અને મધ્યમ અખબારોના હિતોના મહત્વપૂર્ણ હિમાયતી છે, જે તેમના વિકાસ અને શોષણથી રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. (IFSMN-ઈફસમન)ને પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે.