જાણો રક્ષાબંધન પર શા માટે બાંધવામાં આવે છે રાખડી
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર શ્રાવણ પૂર્ણિમા, એટલે જુલાઈ-ઓગસ્ટ મહિનામાં આવે છે, અને આ વર્ષે આ તહેવાર 9 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવાશે. જાણે બધા માટે રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમ અને બાંધણીનો તહેવાર છે, પણ તેની પાછળ અનેક પૌરાણિક અને ઐતિહાસિક કથાઓ છુપાયેલી છે, જેને જાણીને આ તહેવારનું મહત્ત્વ વધુ ઊંડાણથી સમજાય છે.
રક્ષાબંધનનું પૌરાણિક મહત્વ
આ તહેવાર સાથે અનેક કથાઓ સંકળાયેલી છે, જેમાંથી દ્રૌપદી અને શ્રી કૃષ્ણની વાર્તા સૌથી લોકપ્રિય છે. કહેવાય છે કે, એકવાર ભગવાન કૃષ્ણના હાથમાંથી લોહી વહેતો હતો, ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો ટુકડો ફાડીને કૃષ્ણની આંગળી પર બાંધ્યો હતો. આ નમ્રતા જોઈને શ્રી કૃષ્ણએ દ્રૌપદીને રક્ષણ આપવાનું વચન આપ્યું હતું. તે સમયે જ્યારે કૌરવો દ્રૌપદીનું વસ્ત્ર ઉતારવાનો પ્રયાસ કર્યો ત્યારે કૃષ્ણે તેનો રક્ષણ કર્યો. આ ઘટનાએ રક્ષાબંધનના રક્ષાસૂત્રની પ્રાથમિકતા દર્શાવી છે.
ઇન્દ્ર અને ઇન્દ્રાણીની વાર્તા
દેવાસુર યુદ્ધ દરમિયાન ઇન્દ્ર હારતો હતો. ત્યારબાદ ઇન્દ્રાણીએ એક રક્ષાસૂત્ર બનાવીને ઇન્દ્રના કાંડા પર બાંધ્યું, જેનાથી ઇન્દ્રને શક્તિ મળી અને તે યુદ્ધ જીતી ગયો. આથી કહેવાય છે કે રક્ષાસૂત્ર બાંધવાની પરંપરા અહીંથી શરૂ થઈ હતી.
રાજા બાલી અને દેવી લક્ષ્મી
વિષ્ણુ પુરાણમાં વર્ણવાયેલું છે કે ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં રાજા બાલી પાસેથી ત્રણ પગલાં જમીન માંગી અને રાજ્ય લીધું હતું. બાદમાં દેવી લક્ષ્મીએ રાજા બાલી ને રાખડી બાંધીને પોતાનો ભાઈ બનાવ્યો હતો.
ઐતિહાસિક કથા: રાણી કર્ણાવતી અને સમ્રાટ હુમાયુ
મેવાડની રાણી કર્ણાવતીએ મુઘલ સમ્રાટ હંમાયુને પોતાની રક્ષા માટે રાખડી મોકલી હતી. હંમાયુએ તે સ્વીકારી અને રાણીના રાજ્યનું રક્ષણ કરવાનો વચન આપ્યો હતો. આ ઘટના તહેવારના રાજકીય અને સામાજિક મહત્વને દર્શાવે છે.
રક્ષાબંધનનો તહેવાર
આ રીતે રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનો તહેવાર નહીં પણ રક્ષણ, પ્રેમ અને બંધનની પ્રતીક છે. આ તહેવારમાં બહેનો પોતાના ભાઈઓની કાંડા પર રાખડી બાંધી તેમની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે, અને ભાઈઓ પણ બહેનોને આદર અને પ્રેમથી સંભાળે છે.