વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: ઉત્તર ગુજરાતમાં ₹૩.૨૪ લાખ કરોડનું ઐતિહાસિક રોકાણ, ૧૨૧૨ MOU સાથે સફળ સમાપન
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ ના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલ બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ઉત્તર ગુજરાત નું સફળતાપૂર્વક સમાપન થયું છે. ‘રિજિયોનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ’ની થીમ પર આયોજિત આ કોન્ફરન્સ ઉત્તર ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને રોજગારીની નવી તકો ઊભી કરવા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે.
કોન્ફરન્સના સમાપન પ્રસંગે ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આંકડાકીય સિદ્ધિઓ જાહેર કરતાં જણાવ્યું કે આ ઇવેન્ટ ઉત્તર ગુજરાત માટે નવી તકો લઈને આવી છે અને રોકાણ તથા ઇનોવેશનના કેન્દ્ર તરીકે રાજ્યના સ્થાનને વધુ મજબૂત કરશે.
મુખ્ય સિદ્ધિઓ: રોકાણ અને વૈશ્વિક જોડાણ
ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ પ્રથમ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સની સફળતા અપેક્ષા કરતાં ઘણી વધારે રહી છે.
ઉદ્યોગમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ રોકાણ ઉત્તર ગુજરાતના અક્ષય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન અને અદ્યતન ઉત્પાદન (Advanced Manufacturing) ક્ષેત્રોને વેગ આપશે.
વૈશ્વિક સ્તર પર કોન્ફરન્સની અસર
આ કોન્ફરન્સે ઇનોવેશન, સસ્ટેનેબિલિટી અને સર્વસમાવેશક વિકાસ માટેના રોલ મોડેલ તરીકે રાજ્યને સ્થાપિત કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.
- રાજદ્વારીઓની ઉપસ્થિતિ: જાપાન, વિયેતનામ, ન્યૂઝીલેન્ડ, રવાન્ડા, ગયાના, યુક્રેન સહિતના ૭૦થી વધુ દેશોના રાજદ્વારીઓ (એમ્બેસેડર્સ અને હાઈ કમિશનર્સ)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેણે ઉત્તર ગુજરાતને વૈશ્વિક રોકાણના નકશા પર મૂક્યું છે.
- વ્યૂહાત્મક ભાગીદારો: વર્લ્ડ બેંક, JETRO, US-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ અને ઇન્ડો કેનેડિયન બિઝનેસ ચેમ્બર જેવી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સક્રિય પાર્ટનર તરીકે જોડાઈ હતી.
- બિઝનેસ મીટિંગ્સ: સંમેલન દરમિયાન ૧૬૦થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) અને ૧૦૦થી વધુ B2G (બિઝનેસ ટુ ગવર્નમેન્ટ) બેઠકોનું સફળતાપૂર્વક આયોજન થયું, જેણે રોકાણની સંભાવનાઓને નક્કર રૂપ આપ્યું.
એક્ઝિબિશન અને નોલેજ સેશન્સ
કોન્ફરન્સ માત્ર MOU પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તે જ્ઞાનની વહેંચણી અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું પણ કેન્દ્ર બની.
- પ્રદર્શન: ૧૮,૦૦૦ ચો. મીટર વિસ્તારમાં ફેલાયેલા પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં થયું હતું. પ્રદર્શનની થીમ ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ પર આધારિત હતી.
- MSME અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન: ૪૧૦થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો, જેમાં ૧૭૦થી વધુ MSME અને સ્ટાર્ટઅપ્સની સક્રિય ભાગીદારી નોંધાઈ. ૩૪ વિદેશી ખરીદદારો સાથે રિવર્સ બાયર-સેલર મીટનું આયોજન કરાયું, જેણે સ્થાનિક ઉદ્યોગો માટે નિકાસના દ્વાર ખોલ્યા.
- નોલેજ સેશન્સ: બે દિવસમાં કુલ ૪૬થી વધુ મુખ્ય સત્રો યોજાયા, જેમાં ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, એગ્રી-ટેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્કિલ ડેવલપમેન્ટ અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ભવિષ્યલક્ષી વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઈ હતી.
આ સફળ કોન્ફરન્સ દર્શાવે છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ, ગુજરાતની વિકાસ યાત્રા હવે પ્રાદેશિક સ્તરે પણ વેગ પકડી રહી છે. ઉત્તર ગુજરાતમાં આવેલું આ વિશાળ રોકાણ આગામી દિવસોમાં અહીંની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને મોટી સંખ્યામાં રોજગારીની તકો સર્જ