IND vs AFG T20 સીરિઝનું શેડ્યૂલ બદલાશે? ટીવી અને મોબાઈલ પર ક્યાં જોવા મળશે લાઈવ મેચ

2 Min Read

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણી: ટીવી અને મોબાઇલ પર ક્યાં જોવી મેચ, ગણેશ ચતુર્થીના કારણે શેડ્યૂલમાં ફેરફારની શક્યતા!

ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવા માટે તૈયાર છે. આ સીરીઝ અંગે ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એકતરફ આ શ્રેણીના લાઈવ ટેલિકાસ્ટ અને ડિજિટલ સ્ટ્રીમિંગના રાઈટ્સ નક્કી થઈ ગયા છે, તો બીજી તરફ મેચોના શેડ્યૂલમાં થોડો ફેરફાર થવાના સંકેતો મળી રહ્યા છે.

ટીવી અને મોબાઇલ પર લાઈવ ક્યાં જોઈ શકાશે મેચ?

ક્રિકેટ ચાહકો જે સવાલનો જવાબ શોધી રહ્યા હતા તે હવે સ્પષ્ટ થઈ ગયો છે. રિપોર્ટ્સ મુજબ, ITW પાસે આ સીરીઝના ગ્લોબલ રાઈટ્સ છે. બ્રોડકાસ્ટિંગ અધિકારો માટે જિયો, હોટસ્ટાર અને યુનાઇટેડ જેવી મોટી કંપનીઓ સાથે ચર્ચા ચાલી રહી હતી, પરંતુ અંતે સોની સ્પોર્ટ્સ નેટવર્કે ટીવી રાઈટ્સ મેળવ્યા છે.

- Advertisement -

ind01.jpg

ટીવી બ્રોડકાસ્ટર: સોની સ્પોર્ટ્સ નેટવર્ક (Sony Sports Network)

ડિજિટલ/મોબાઇલ સ્ટ્રીમિંગ: ફેનકોડ (FanCode)

- Advertisement -

એટલે કે જો તમે ટીવી પર મેચ જોવા માંગો છો તો સોની સ્પોર્ટ્સ પર જોઈ શકશો, જ્યારે સ્માર્ટફોન કે ઓનલાઇન મેચ માણવા માટે દર્શકોએ ‘ફેનકોડ’ એપનો ઉપયોગ કરવો પડશે.

શું છે હાલનું શેડ્યૂલ?

અગાઉ જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ ત્રણેય T20 મેચો દિલ્હીના ઐતિહાસિક અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાવાની છે.

- Advertisement -
મેચહાલની તારીખસ્થળ
પ્રથમ T20૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
બીજી T20૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
ત્રીજી T20૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી

ગણેશ ચતુર્થીના કારણે શેડ્યૂલ બદલાવાની શક્યતા!

હાલમાં સૌથી મોટો મુદ્દો મેચની તારીખોમાં ફેરફારનો છે. આ વર્ષે ૧૪ સપ્ટેમ્બરે પવિત્ર ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ઈચ્છે છે કે ગણેશ ચતુર્થીના ખાસ દિવસે પણ એક મેચનું આયોજન કરવામાં આવે.

ind011.jpg

આ માટે BCCI દ્વારા અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) સાથે વાતચીત શરૂ કરવામાં આવી છે અને તારીખોમાં ફેરફાર કરવા અંગેના વિકલ્પો તેમના સમક્ષ મૂકવામાં આવ્યા છે. જો અફઘાનિસ્તાન બોર્ડ આ પ્રસ્તાવ સ્વીકારી લેશે, તો આખી સીરીઝનું શેડ્યૂલ એક-બે દિવસ આગળ-પાછળ થઈ શકે છે.

Share This Article