IND vs ENG 3rd Test કેએલ રાહુલ 33 રન સાથે અણનમ, લોર્ડ્સની પીચ પર બેટિંગ મુશ્કેલ, ભારત 58/4 પર
IND Vs ENG 3rd Test લોર્ડ્સમાં રમાય રહેલા ત્રીજા ટેસ્ટના ચોથા દિવસની રમતનો અંત ભારત માટે અત્યંત દબાણભર્યો રહ્યો. ટીમ ઈન્ડિયા 193 રનની લક્ષ્યનો પીછો કરતી વખતે 58 રનના સ્કોરે 4 વિકેટ ગુમાવી ચૂકી છે, અને હજી પણ 135 રન બનાવવાના બાકી છે.
ભારત માટે આજે ચિંતાજનક વાત એ રહી કે યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર અને શુભમન ગિલ પવેલિયન પરત ફર્યા. ખાસ કરીને ગિલ, જેની પાસે સતત ફોર્મ છે, માત્ર 6 રન બનાવી શક્યો. ભારતે ચોથા દિવસે નાઇટવૉચમેન તરીકે આકાશદીપને મોકલ્યો હતો, જેણે થોડું સંઘર્ષ કર્યું પણ છેલ્લી ઓવરમાં બેન સ્ટોક્સનો શિકાર બન્યો.
ઈંગ્લેન્ડનો બીજો દાવ 192 રન પર સમેટાયો
પહેલા ઇનિંગની સરખામણીમાં ઈંગ્લેન્ડની બીજી ઇનિંગ પણ ખાસ ન ટકી શકી. જો રૂટે 40 રન, સ્ટોક્સે 33 રન બનાવ્યા હતા, પણ ભારતીય બોલરો ખાસ કરીને સ્પિનરો અને રવિન્દ્ર જાડેજાની મજબૂત બોલિંગ સામે ઇંગ્લેન્ડનો ટકાવ ન રહી શક્યો. આખરે તેઓ 192 રન પર ઓલઆઉટ થઈ ગયા.
હવે અંતિમ દિવસ પર બધાની નજર
ભારત માટે પાંચમો દિવસ પરિણામ માટે અગત્યનો બનશે. કેએલ રાહુલ હાલમાં ક્રીઝ પર છે અને તેમનો સાથ આપશે ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા અને બીજી લોઅર ઓર્ડર બેટિંગ લાઇન-અપ. જો ભારત જીતવું હોય, તો એક રણની લડાઈ જેવી ઇનિંગ જોઈતી હશે. લોર્ડ્સની પીચ પહેલા કરતાં વધુ મુશ્કેલ બની ગઈ છે, અને બોલરે અહીં વધુ ધારદાર દેખાઈ રહ્યા છે.
જીત હજી શક્ય, પણ દબાણ મોટું છે
જેમજ લોર્ડ્સ પરનો ટેન્શનવાળો આખરી દિવસ નજદીક આવે છે, ભારતના ચાહકોની આશા કેએલ રાહુલના વિઝન અને પંત-જાડેજાની જોડી પર ટકી છે