IND vs ENG મુકાબલો બનાવશે યાદગાર?
IND vs ENG Lord’s ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ 10 જુલાઈથી ક્રિકેટના મક્કા તરીકે ઓળખાતા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચમાં કેપ્ટન શુભમન ગિલ માટે એક ખાસ રેકોર્ડ તોડવાનો મોકો છે. 73 વર્ષ પહેલાં વિનુ માંકડે લોર્ડ્સમાં 184 રનની ઇનિંગ રમી હતી – જે આજદિન સુધી કોઇ ભારતીય બેટ્સમેન દ્વારા આ ગ્રાઉન્ડ પરની સૌથી મોટી ટેસ્ટ ઇનિંગ છે. હવે ગિલ આ ઇતિહાસ તોડી શકે છે.
ગિલનું શ્રેણી દરમ્યાન શાનદાર ફોર્મ
શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાં આક્રમક પ્રદર્શન કર્યું છે. પહેલી ટેસ્ટમાં સદી ફટકારી હતી, અને બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેણે 269 રન અને બીજી ઇનિંગમાં 161 રન બનાવ્યા. માત્ર ચાર ઇનિંગમાં 430 રન સાથે તે શ્રેણીનો ટોપ સ્કોરર છે. જો લોર્ડ્સમાં પણ તે આવી જ ફોર્મ ચાલુ રાખે, તો નક્કી જ છે કે 73 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી જશે.
લોર્ડ્સ પર ભારતનો ઇતિહાસ મિશ્ર રહ્યો
લોર્ડ્સ ખાતે ભારતે પ્રથમ ટેસ્ટ 1932માં રમ્યો હતો, પણ પહેલી જીત માટે 54 વર્ષ રાહ જોવી પડી. 1986માં કપિલ દેવની આગેવાનીમાં ભારતે પહેલી વખત લોર્ડ્સ પર ટેસ્ટ જીત્યો હતો. ત્યારપછી માત્ર 2014 અને 2021માં જ ભારતે અહીં જીત મેળવી છે. કુલ મળીને લોર્ડ્સમાં રમાયેલી 19 ટેસ્ટ મેચોમાં ઇંગ્લેન્ડે 12 જીતી છે, જ્યારે ભારતે માત્ર 3 જીત મેળવી છે અને 4 ડ્રો રહી છે.
અન્ય રસપ્રદ આંકડા
- લોર્ડ્સ પર ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ રન: દિલીપ વેંગસરકર (508)
- સૌથી વધુ ટેસ્ટ વિકેટ: બિશન સિંહ બેદી (17)
- ઇંગ્લેન્ડ તરફથી લોર્ડ્સ પર સૌથી વધુ વિકેટ: જેમ્સ એન્ડરસન (123)
- સૌથી વધુ રન બનાવનાર ઇંગ્લિશ બેટ્સમેન: જો રૂટ (2022)
પ્રસારણ વિગતો
ત્રીજી ટેસ્ટ 10 જુલાઈથી શરૂ થશે. ટોસ બપોરે 3 વાગે અને મેચ 3:30 વાગ્યે શરૂ થશે. ભારતમાં તેને Sony Sports Network પર લાઇવ જોઈ શકાશે અને JioCinema તથા Disney+ Hotstar પર લાઇવ સ્ટ્રીમિંગ મળશે.