IND vs ENG: ભારતની ઐતિહાસિક જીત બાદ ગિલે , જસપ્રીત બુમરાહના કમબેક અંગે આપ્યો મોટો અપડેટ
ભારતની ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં 336 રનની ભવ્ય જીત સાથે ઇતિહાસ રચાયો છે. આ મુકાબલામાં શુભમન ગિલે પોતાની બેટિંગથી વિજયના નાયક બન્યા. બંને ઇનિંગમાં કુલ 150થી વધુ રન બનાવી ટીમને મજબૂત સ્થાન અપાવનાર ગિલે હવે મેચ બાદ પોતાની ટીકા કરનારા માટે પણ ખુલ્લા જવાબ આપ્યો છે.
“ટીકાકારો શું કહે છે, એના કરતાં સાથી ખેલાડીઓનો વિશ્વાસ વધુ મહત્વનો છે” – શુભમન ગિલ
ગિલે કહ્યું કે IPL બાદ તેણે પોતાની ટેકનિક પર વધુ કામ શરૂ કર્યું હતું અને એઝબેસ્ટનમાં મળેલી સફળતા એ મહેનતનું પરિણામ છે. ગિલે ઉમેર્યું:
“હું મારી ટેકનિક અને દૃષ્ટિકોણમાં થોડો ફેરફાર લાવ્યો છું. દરેક મેચ પછી લોકોનો અભિગમ બદલાતો હોય છે, પણ આપણા માટે મહત્વનું એ છે કે ટીમભાઈઓમાં આપણો વિશ્વાસ રહે.”
જસપ્રીત બુમરાહ વિશે શું કહ્યું ગિલે?
મેચ પછી ગિલે જસપ્રીત બુમરાહના સ્ટેટસ વિશે પણ સકારાત્મક અપડેટ આપ્યું. તેણે જણાવ્યું કે:
“બુમરાહ સંપૂર્ણ સ્વસ્થ છે અને લોર્ડ્સ ખાતે થનારી ત્રીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે.”
Shubman Gill said, "Jasprit Bumrah will definitely be back for the Lord's Test". pic.twitter.com/wbRP2L1vR0
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 6, 2025
મહત્વપૂર્ણ છે કે બુમરાહને બીજી ટેસ્ટ માટે આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ આગામી મેચમાં તેની વાપસી ભારતીય બાઉલિંગ યુનિટને વધુ મજબૂતી આપશે.
ત્રીજી ટેસ્ટ લોર્ડ્સ ખાતે રમાશે, જ્યાં ગિલ અને બુમરાહની જોડીઓ ફરીવાર મેદાનમાં દેખાશે