હોકી વર્લ્ડ કપ 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે આ દિવસે જામશે જંગ, ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર

2 Min Read

હોકી વર્લ્ડ કપ 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે આ દિવસે જામશે જંગ, ટીમ ઇન્ડિયાનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર

IND vs PAK: હોકી પ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હોકી વર્લ્ડ કપ 2026 આગામી 15 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે, જેના સંપૂર્ણ શિડ્યુલની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ આકર્ષણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનું રહેશે, કારણ કે આ બંને કટ્ટર હરીફોને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.

નેધરલેન્ડ્સ અને બેલ્જિયમની સંયુક્ત યજમાનીમાં યોજાનારા આ વર્લ્ડ કપનો પ્રારંભ 15 ઓગસ્ટથી થશે અને તેની ફાઈનલ મેચ 30 ઓગસ્ટના રોજ રમાશે. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) દ્વારા અગાઉ પૂલની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે મેચોની તારીખ પણ સ્પષ્ટ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે ભારતની પુરૂષ અને મહિલા બંને ટીમો આ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહી છે અને બંને ટીમોને ‘પૂલ-ડી’ માં સ્થાન મળ્યું છે.

- Advertisement -

 hockey.jpg

ભારતીય પુરૂષ ટીમ 15 ઓગસ્ટથી અભિયાનની શરૂઆત કરશે

ભારતીય પુરૂષ હોકી ટીમ વર્લ્ડ કપમાં પોતાનો પ્રથમ મુકાબલો 15 ઓગસ્ટના રોજ રમશે. પૂલ સ્ટેજની ભારતની તમામ મેચો એમસ્ટરડેમમાં આવેલી ઐતિહાસિક વેગનર હોકી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ વેલ્સ સામે થશે, ત્યારબાદ 17 ઓગસ્ટે ઈંગ્લેન્ડ સામે ટક્કર થશે. સૌથી રોમાંચક મેચ 19 ઓગસ્ટે રમાશે, જેમાં ભારતનો સામનો પાકિસ્તાન સામે થશે.

- Advertisement -

વર્લ્ડ કપના ફોર્મેટ મુજબ, પૂલ સ્ટેજ પૂરો થયા પછી દરેક ગ્રુપની ટોચની ટીમો આગળના રાઉન્ડમાં પ્રવેશ કરશે. પુરૂષ વર્લ્ડ કપની સેમીફાઈનલ 28 ઓગસ્ટે અને ફાઈનલ 30 ઓગસ્ટે રમાશે.

ભારતીય પુરૂષ ટીમનું શિડ્યુલ:

  • 15 ઓગસ્ટ: ભારત વિરુદ્ધ વેલ્સ
  • 17 ઓગસ્ટ: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ
  • 19 ઓગસ્ટ: ભારત વિરુદ્ધ પાકિસ્તાન

ભારતીય મહિલા ટીમની પ્રથમ મેચ ચીન સામે

બીજી તરફ, ભારતીય મહિલા હોકી ટીમ 16 ઓગસ્ટના રોજ ચીન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. મહિલા ટીમની બીજી મેચ 18 ઓગસ્ટે દક્ષિણ આફ્રિકા સામે અને ત્રીજી મેચ 20 ઓગસ્ટે ઇંગ્લેન્ડ સામે રમાશે. મહિલા ઈવેન્ટની સેમીફાઈનલ 27 ઓગસ્ટે યોજાશે, જ્યારે ખિતાબી જંગ (ફાઈનલ) 29 ઓગસ્ટના રોજ એમસ્ટરડેમમાં રમાશે.

- Advertisement -

hockey1.jpg

ભારતીય મહિલા ટીમનું શિડ્યુલ:

  • 16 ઓગસ્ટ: ભારત વિરુદ્ધ ચીન
  • 18 ઓગસ્ટ: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
  • 20 ઓગસ્ટ: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ
Share This Article