(Aziz vhora )
જયપુર તા.8 : રાષ્ટ્રીય સ્વયંમ સંઘ ના પૂર્વ કાર્યકર્તા સ્વામી અશિમાનંદ ને 2007 માં થયેલ અજમેર દરગાહ બ્લાસ્ટ કેશ માંથી છુટકારો આપવામાં આવ્યો છે.તેમની સાથે અન્ય ત્રણ આરોપી ની સંડોવણી આ બ્લાસ્ટ માં બહાર આવી હતી જેમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા એક રિપોર્ટ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો.સ્વામી અસીમાનંદ અજમેર દરગાહ બ્લાસ્ટ કેશ માં માસ્ટરમાઈન્ડ હતા તેવું તપાસ અધિકારી દ્વારા જણાવામાં આવ્યું હતું,પરંતુ કોર્ટ દ્વારા તેમની કોઈ સંડોવણી નહિ હોવાનું સામે આવ્યું છે સાથે તેમને તમામ આરોપો માંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.
સ્વામી ની સાથે અન્ય 6 આરોપીયો પર આક્ષેપ હતો કે હત્યા તેમજ કોમી તંગદિલી જેવા ગંભીર ગુના તેમની સંડોવણી છે.2007 માં થયેલ બ્લાસ્ટ માં 3 લોકો ના મોત નિપજ્યા હતા જયારે 17 લોકો ઘાયલ થયા હતા.આના પેહલા હૈદરાબાદની મક્કા મસ્જિદ માં થયેલ બૉમ્બ બ્લાસ્ટ તેમજ સમજોતા એક્સપ્રેસ માં પણ સ્વામી ની મહત્વની ભૂમિકા માનવામાં આવી રહી હતી.આ બને બૉમ્બ બ્લાસ્ટ માં કુલ મળી ને 70 લોકો ના મૃત્યુ નિપજ્યા હતા.સ્વામી છેલ્લા 2010 થી જેલ માં હતા અને તેમને તપાસ અધિકારી પર આક્ષેપ કર્યો હતો કે તમને માનસિક ત્રાસ આપી ને તેમની પાસે થી ખોટું નિવેદન લેવામાં આવી રહ્યું છે.જયારે ભાવેશ પટેલ, દેવેન્દ્ર ગુપ્તા અને મૃતક સુનિલ જોશી નામના અન્ય ત્રણ આરોપી દોષિત સાબિત થયા છે.