અફઘાનિસ્તાનમાં આજે એટલો જોરદાર ભૂકંપ આવ્યો કે તેની અસર જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પૂંચમાં જોવા મળી.
અફઘાનિસ્તાનમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ સવારે 10.19 વાગ્યે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 70 કિમી દક્ષિણ-પૂર્વમાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં આ ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના આંચકા જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પૂંચ સુધી અનુભવાયા હતા.