અમદાવાદની સાબરમતી જેલમાંથી મળતી માહિતી મુજબ એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જેલના મહિલા વોર્ડમાં લેડી ડોન અને અન્ય મહિલા કેદી વચ્ચે પ્રેમપ્રકરણમાં જાહેરમાં થતા લેસ્બિયન સબંધોથી અન્ય મહિલા કેદીઓ પરેશાન હોવાનો લેટર લખવામાં આવ્યો છે. આ લેટરમાં લેડીડોનની દાદાગીરી, ધાકધમકીથી અન્ય મહિલા કેદીઓ પરેશાન હોવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલા કેદીઓની કુપન અને નાસ્તા પણ આ લેડી ડોન ધમકાવીને લઇ લેતી હોવાનું જણાવાયુ છે. આ સાથે મહિલા વોર્ડમાં મોબાઈલ ફોનના કોલ દીઠ રૂ.50, તમાકુના પેકેટના રૂ.500 અને સિગારેટના રૂ.100 લઈ ગેરકાયદેસર વેપાર કરતી હોવાની વિગતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓને લેડી ડોન પર આક્ષેપો કરતો આ પત્ર મળતા ઇન્ક્વાયરી બેસાડવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, જેલમાં સ્ટ્રોંગ જામર છે જેથી કોઇ કેદી પાસે મોબાઇલ હોય તે વાત શક્ય ન હોય શકે, જોકે,આ અંગે પણ તપાસ ચાલી રહી છે.
લેડી ડોનને અન્ય મહિલા કેદી સાથે લેસ્બિયન સબંધો હોવાથી બંને બેરેકના બાથરૂમમાં જાહેરમાં શારીરિક ચેષ્ટાઓ કરે છે. જેના કારણે અન્ય મહિલા કેદીઓ શરમમાં મૂકાય જાય છે. આ અંગેની ફરિયાદ કરતા મહિલા કેદીઓ શરમમાં મૂકાય જાય છે.
જેલમાં કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જો હોય તો તે માટે જામર લગાવવામાં આવેલ છે આવું અધિકારીઓ નું કહેવું છે. આ અંગે સાબરમતી સેન્ટ્રલ જેલના એસપી રોહન આનંદે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના આક્ષેપો કરતો પત્ર અમને મળ્યો છે. જે પત્રની ખરાઈ અને તેમાં થયેલા આક્ષેપો બાબતે અમે ઈન્કવાયરી શરૂ કરી છે. મહિલા વિભાગમાં કેદી માટે મોબાઈલ વાપરવો અશક્ય બાબત છે. આ વિભાગમાં જામર એટલા સ્ટ્રોંગ છે કે, ત્યાંથી ફોન ઓપરેટ થઈ શકે તેમ નથી. મોબાઈલ ફોન કોઈ મહિલા કેદી પાસે હોય તે વાત માનવામાં આવે તેવી નથી.
લેડી ડોનની વાત કરીયે તો મળતી માહિતી મુજબ તે તેનું કામ ધાકધમકીથી અન્ય મહિલા કેદી પાસે કરાવીને પગાર પોતે લઈ લે છે. તેણે અગાઉ રસોડામાં મુકવામાં આવી ત્યારે વીશીમાંથી સામાનની ચોરી કરી હતી. તે મહિલા કેદીઓ સાથે લડાઈ કરતી તેમજ વારંવાર કોઈની સાથે તકરાર થાય તો રસોડામાંથી ચપ્પુ લઈ મારવાની ધમકી આપે છે. આ અંગેની ફરિયાદ થતા અધિકારીઓએ લેડી ડોનને સફાઈ કામ માટે મૂકી હતી. આ જગ્યાએ પણ કામ કર્યા વગર તે પોતાનો પગાર અધિકારીઓને ધમકી આપી ભરાવે છે.