ચીન ભારત નો દુશ્મન દેશ છે અને આપણે જ પૈસા આપીને તેને વધુ મજબૂત બનાવી રહ્યા છે ત્યારે ચાઇનીઝ આઈટમ નહિ ખરીદવા માટે લોકો માં જાગૃતિ લાવવામાં આવી રહી છે ત્યારે તેની શરૂઆત દેશના સૌથી મોટા દૂધ ઉત્પાદક સંઘ ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને કરીને ગજબ ની હિંમત બતાવી છે. અને (GCMMF- અમૂલ) ચાઇનીઝ ઉત્પાદનોના બહિષ્કાર કરવાની જાહેરાત કરતુ એક ટોપિકલ 3 જુને તેના ઓફીશીયલ ટ્વિટર હેન્ડલ (@Amul_Coop) પર મુક્યું હતું. ત્યારબાદ 4 જુને મોડી રાત્રે ટ્વિટરે અમૂલનું આ એકાઉન્ટ બંધ કરી દીધું હતું. બાદમાં અમુલે ટ્વિટરનો સંપર્ક કરી જરૂરી કાર્યવાહી કરી આ એકાઉન્ટને 5 જુને સવારે ફરી શરુ કરાવ્યું હતું. આ અંગે અમૂલના મેનેજીંગ ડિરેક્ટર આર એસ સોઢીએ જણાવ્યું કે, ટ્વિટરે કોઈ પણ આગોતરી જાણકારી વગર જ અમારા એકાઉન્ટને અમુક કલાકો માટે બંધ કરી દીધું હતું. આ અંગે અમે ટ્વિટરનો સંપર્ક કર્યો હતો પરંતુ હજુ સુધી આ અંગે કોઈ જવાબ મળ્યો નથી કે આમ કેમ કરવામાં આવ્યું?
ટ્વિટરે અમૂલનું એકાઉન્ટ બંધ કરી દેતા ટ્વિટરે તેના પોતાના જ પ્લેટફોર્મ પર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ટ્વિટર યુઝર્સે આને પક્ષપાતી વલણ ગણાવ્યું હતું અને અમુકે તો સરકારને અપીલ પણ કરી છે કે ટ્વિટરે જે કર્યું તેની સામે કાયદેસરના પગલા લેવા જોઈએ. જોકે, હજુ સુધી ટ્વિટર ઇન્ડિયા તરફથી આ અંગે કોઈ ખુલાસો કે ચોખવટ કરવામાં આવી નથી ત્યારે ચાઈના ની વિરોધ માં અમુલ દ્વારા મુકાયેલી આ પોસ્ટ ને ટ્વિટર ને કેમ પેટમાં દુખ્યું તે એક સવાલ છે ત્યારે ટ્વિટરે આ અંગે ચોખવટ કરવી જરૂરી છે. ટ્વિટર ના પગલાં ને લઈ ભારતીય યુવા વર્ગ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે
Sunday, May 19