નવી દિલ્લી તા.8: શશિકલાએ પનીરસેલ્વમને AIADMKના કોષાધ્યક્ષ પદથી હટાવીને ડિંડીગુલ શ્રીનિવાસનને નવા કોષાધ્યક્ષના રૂપમાં નિમણૂંક કરી છે. જ્યારે ચેન્નાઈમાં ઓ પનીરસેલ્વમના સમર્થકોએ તેમના ઘરની બહાર જમાવડો કરવાનું શરૂ કરી દીધું છે.
અગાઉ તમિલનાડુના મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમ મંગળવારે અચાનક જયલલિતાના મેમોરિયલ પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ત્યાં પનીરસેલ્વમ લગભગ 40 મિનિટ સુધી આંખ બંધ કરી બેસી રહ્યા હતા. એ વખતે ત્યાં અન્નાદ્રમુકના કાર્યકર્તા અને અન્ય લોકો જોડાયા હતા. અમ્માને શ્રદ્ધાંજલિ આપ્યા પછી તેમને કહ્યું કે પાર્ટી નેતાઓએ તેમના પર દબાણ વધાર્યું કે શશિકલાને મુખ્યમંત્રી બનાવો અને તે રાજીનામું આપે.
મુખ્યમંત્રી પનીરસેલ્વમે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, હું રાજીનામું પાછું લઈ લઈશ જો પાર્ટી કાર્યકર્તાઓ તેમને કહેશે તો. તેમને કહ્યું કે મને સીએમ તો બનાવવામાં આવ્યો પરંતુ સતત અપમાનિત કરવામાં આવ્યો હતો. રાજસ્વ મંત્રી આર બી ઉદયાકુમારે કહ્યું હતું કે શશિકલા મુખ્યમંત્રીનું પદ સંભાળશે જ્યારે તે સીએમ હતા. તેમને કહ્યું કે અમ્મા પોતાની પાછળ એક મજબૂત પાર્ટી છોડીને ગયા છે અને તેમને અમારા હાથમાં સરકાર સોંપી છે. તેમને કહ્યું કે અમ્મા (જયલલિતા)ના સપના પૂરા કરવા માટે મેં પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.
- મને રાજીનામુ આપવા માટે દબાણ કરાયું હતું.
- તામિલનાડુ માં અમ્મા ના નિધન બાદ જાણે રાજનીતીએ નવો રંગ પકડ્યો છે.ઓ.પન્નીરસેલવેમં દ્વારા શશીકલા પર આરોપ મુકવામાં આવ્યો છે કે તેમને મને રાજીનામુ આપવા બદલ દબાણ કર્યું હતું આ આરોપ લગાવતા પહેલા ઓ.પન્નીરસેલવેમં અમ્મા ના જ્યાં અંતિમ સંસ્કાર કરાયા હતા ત્યાં લગભગ 40 મિનિટ સુધી મૌન ધારણ કરી ને બેશયા હતા તેમજ તેના બાદ તેમને અન્ય એક આરોપ લગાવતા જણાવ્યું હતું કે મને અમ્મા ને જોવા માટે રોકવામાં આવ્યો હતો,જયલલિતા ના આકસ્મિક મોત પર તપાસ કમિટી બેસે અને મોત નું ચોક્કસ કારણ લોકો ની સામે લાવે.
- એઆઈડીએમકે નો ઝઘડો ભાજપ ને ફળશે.
- એઆઈડીએમકે માં પડેલી ફૂટ પછી દરેક રાજકીય પાર્ટી પોતાનો પગ ઘુસાડવા માંગી રહી છે.ત્યારે પનીરસેલવેમં ની વહારે ભાજપ ના નેતા દ્વારા સ્પષ્ટ પણે ટેકો આપવાની વાત કેહવામાં આવી છે.ત્યારે ભાજપ ના એક નેતા દ્વારા જણાવામાં આવ્યું હતું કે જો આ વિવાદ ને લઇ જો પન્નીરસેલવેમં દિલ્લી આવે છે તો પીએમ મોદી દ્વારા તેમને સંપૂર્ણ પણે ટેકો મળશે અને તેમના પર થઇ રહેલા અત્યાચાર પર પણ પૂરતું ધ્યાન આપશે.