દેશભરમાં એક નવેમ્બરથી ઘણા નિયમો લાગૂ થવાના છે. આ બદલાયેલા નિયમોની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે. પહેલી નવેમ્બરથી એસબીઆઇએ ડિપોઝિટ પર વ્યાજના દરમાં બદલાવ કરી દીધો છે. તે સિવાય 1 નવેમ્બરથી ગ્રાહકો કે મર્ચેન્ટથી એમડીઆર પણ વસૂલવામાં આવશે નહીં. સાથે જ કેટલાક રાજ્યોમાં બેન્કોના કામકાજના સમયમાં પણ બદલાવ થયો છે.તો આવો જોઇએ પહેલી નવેમ્બરથી શુ બદલાવ થશે જેની અસર ગ્રાહકો પર પડી શકે છે.
SBI ડિપોઝિટ પર વ્યાજના દર બદલાયો
એક નવેમ્બરથી બેંક સાથે સંકળાયેલા ફેરફાર થવાના છે. જેની અસર તમારા નાણાં પર પડશે. જ્યારે એસબીઆઈ ડિપોઝિટ પરના વ્યાજના દર એક તરફ બદલાઇ રહ્યા છે. એક રૂપિયાના ડિપોઝિટ પર વ્યાજનો દર 3.50થી ઘટીને 3.25 થશે. જ્યારે એક લાખ રૂપિયાથી ઉપરના ડિપોઝિટ પર પહેલાની જેમ વ્યાજ મળતું રહેશે. જોકે, એસબીઆઇ પહેલા જ એક લાખ રૂપિયાથી ઉપર ડિપોઝિટ વાળા બેન્ક ખાતાના વ્યાજદરને રેપોરેટથી જોડવાની જાહેરાત કરી ચૂક્યું છે. આ સમયે રેપોરેટ 3 ટકા છે.
મહારાષ્ટ્રમાં બદલાયો બેન્ક ખુલવાનો અને બંધ થવાનો સમય
મહારાષ્ટ્રમાં PSU Bankનું નવું ટાઇમ ટેબલ નક્કી કરવામાં આવ્યું છે. હવે તમામ બેંકો એક જ સમયે ખુલશે અને બંધ થશે. બેંકોનો સમય સવારે 10 થી સાંજના 5 સુધીનો હોય છે, પરંતુ પૈસાની લેવડદેવડ બપોરે 3:30 વાગ્યા સુધીની હોય છે. મહારાષ્ટ્રમાં બેંકોનું નવું સમયપત્રક બેંકર્સ સમિતિએ નક્કી કર્યું છે, જેનો અમલ 1 નવેમ્બરથી થશે.નાણાં મંત્રાલયે બેંકોના કામકાજના સમય સમાન રાખવાની સૂચના આપી હતી. આ પહેલા એક જ વિસ્તારમાં બેંકોનો કાર્યકારી સમય અલગ રહેતો હતો. નવા ટાઇમ ટેબલ મુજબ, બેંકો સવારે 9 વાગ્યે ખુલશે અને બપોરે 4 વાગ્યા સુધી કામ કરશે. કેટલીક બેંકોનો સમય સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધીનો રહેશે.