વિશ્વ હીમોફીલિયા દિવસના અવસરે દિલ્હીમાં કુતુબ મિનારને લાલ રંગથી રંગીન કરવામાં આવશે.17 એપ્રિલે વિશ્વ હીમોફીલિયા દિવસની ઉજવણી થાય છે.આ અવસર પર જાગરૂકતા ફેલાવવા માટે કુતુબ મિનારને લાલ રંગ આપવામાં આવશે.આ દિવસની પૂર્વ સંધ્યા પર પણ કુતુબ મિનારને લાલ રંગથી સજ્જ કરવામાં આવ્યો હતો.
આજની રાત દિલ્હીમાં સ્થિત કુતુબ મિનાર લાલ રંગના રંગમાં રંગાઈ જશે. હીમોફીલિયા એ એક અાનુવાસીક બીમારી છે જેમાં લોહીને વહેતુ જલ્દીથી અટકાવી નથી શકાતુ. જ્યારે કોઈ વ્યક્તિ આ બીમારીથી પીડિત થાય છે, તો થોડું માંદગીથી લોહી વહેવા લાગે છે અને વહેતા લોહીને અટકાવી શકાતુ નથી. લોહીમાં ગઠાબાજી જાય છે.અકસ્માતના સમયે હીમોફીલિયા જાનલેવા પુરવાર થાય છે.
એમ્સ દિલ્હીમાં હિમોટોલોજીના પ્રોફેસર ડો. તુલિકા શોઠે જણાવ્યું હતું કે હીમોફીલિયામાં સૌથી મોટી સમસ્યા સાંધામાથી લોહીનો પ્રવાહ વહેવા લાગે છે જે જીવલેણ સાબિત થાય છે. અા બીમારીની સારવાર ખુબજ મોંઘી હોય છે. 20000થી શરૂ કરી તેની કિંમત લાખોમાં થાય છે. કોઈ ગરીબને તેનો ખર્ચ ઉઠાવવામાં ભારે મુશ્કેલી પડે છે.