ઇન્ડિયન આર્મીએ ગ્રેજ્યુએટ યુવાનો માટે ભરતી જાહેર કરી છે, જે મુજબ હવાલદાર સર્વેયર ઓટોમેટેડ કાર્ટોગ્રાફર (SAC)ની 20 જગ્યાઓ ભરવામાં આવશે. લેખિત, ફિઝિકલ ટેસ્ટથી પસંદગી કરાશે આર્મીમાં એસએસી જગ્યાઓ માટે ઉમેદવારો ઇન્ડિયન આર્મીને વેબસાઇટ www.joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ પર અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને તે 30 ઓક્ટોબર સુધી ચાલશે. આ જગ્યાઓ પર અરજી કરવા માટે ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બીએ, બીએસસી પાસ કરેલું હોવું જરૂરી છે. આ ઉપરાંત ધોરણ 12 સાયન્સ અને મેથ્સ સાથે પાસ કર્યું હોવું જરૂરી છે.
ઉમેદવારોની વય લાયકાત 20થી 25 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ મળશે. ઉમેદવારોની પસંદગી લેખિત, ફિઝિકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂથી કરવામાં આવશે. ફિઝિકલ અને મેડિકલ ટેસ્ટ પાસ કર્યા બાદ ઉમેદવારો લેખિત પરીક્ષા આપવાની રહેશે, જેમાં 2 પેપર હશે, એક મેથ્સનું અને બીજું ફિઝિક્સ, કેમિસ્ટ્રીનું પેપર રહેશે.
પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં થશે
- ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ: 5 મિનિટ 45 સેકન્ડમાં 1.6 કિમી રનિંગ
- ઓછામાં ઓછી 6 પુલ અપ્સ 9 ફૂટ લાંબી કૂદ ઝિગઝેગ બેલેન્સ
ત્યાર બાદ મેડિકલ ટેસ્ટ
લેખિત પરીક્ષા 23 ફેબ્રુઆરીએ યોજાશે
લેખિત પરીક્ષા 2 ભાગમાં: ફિઝિકલ અને સ્ક્રીનિંગમાં પાસ થનારા ઉમેદવારની લેખિત પરીક્ષા 23 ફેબ્રુઆરીએ યોજાશે. તેમાં બે પેપર પુછાશે. પેપર-1માં મેથ્સ અને પેપર-2માં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી પુછાશે. બંને પેપર 50-50 માર્ક્સના હશે. બંને પેપરમાં ક્વોલિફાય થવા 40 માર્ક્સ લાવવા પડશે. દર ખોટા જવાબે 1/4નુંનેગેટિવ માર્કિંગ થશે. ઇન્ટરવ્યૂ: લેખિત અને ફિઝિકલ ટેસ્ટ પાસ કરનારા ઉમેદવારોની ઇન્ટરવ્યૂથી પસંદગી કરાશે.