કોલંબિયા તા.7 : દુનિયા માં બે પ્રકાર ના લોકો હોય છે એક પ્રકાર ના લોકો એ હોય છે તેમની પાસે જે કઈપણ છે તેનાથી તે સંતુષ્ટ છે જયારે અન્ય લોકો એ છે કે જેમને ઘણા માં પણ કઈ કચાસ દેખાય છે.થોડા સમય પેહલા કોલંબિયા માં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશ માં આવ્યો હતો.જેમાં એક કપલ છેલ્લા 22 વર્ષ થી ગટર માં રહી ને પોતાના દિવસો કાઢી રહ્યા છે.આની પાછળ તેમની મજબૂરી કહો કે પછી તેમનો શોખ બધું એક જ છે.
મારિયા અને મિગુએલ બંને નાનપણ થી જ પ્રેમ માં પડી ગયા હતા અને ત્યાર પછી તે લગન ના બંધન માં બંધાઈ ગયા.પરંતુ તેમને સંયુક્ત રીતે ડ્રગ્સ ની લત પડી ગઈ હતી,બંને એવા વિસ્તાર માં રહેતા હતા જ્યાં આ પ્રકાર ની અસામાજિક પ્રવૃત્તિ થવી એ એક સમય વાત હતી.બંને જે વિસ્તાર ના રહેવાશી હતા તે વિસ્તાર માં બહાર ના લોકો પણ ડ્રગ ની ખરીદી કરવા આવતા હતા.પરંતુ ડ્રગ ની લત ના કારણે તે દેવાદાર થઇ ગયા હતા અને તેના કારણે તેમનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.
જેના પછી મારિયા અને મિગુએલ એ નક્કી કર્યું હતું કે બંને આ લત ને છોડી દેશે પરંતુ આમ કરવું તેમની માટે કોઈ સેહેલી વાત નોહતી તેમને જયારે લત છોડવાનું નક્કી કરાયું તેના પછી તેમના એક પણ સગા સંબંધીએ તેમને રહેવા માટે ઘર કે છત સુદ્ધા પણ ના આપી.ત્યારે બંને એ ગટર ને જ પોતાનું રહેઠાણ બનાવી લીધું.જયારે તેમને માદક દ્રવ્યો નું સેવન બંધ કર્યું અને ગટર માં રહેવા લાગ્યા ત્યારે તેમને લાગવા લાગ્યું કે તેમના જીવન ને નવી દિશા પ્રાપ્ત થઇ છે.
હાલ તે જે ગટર માં રહે છે ત્યાં દરેક પ્રકાર ની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ છે.તેમને શરૂઆત માં ત્યાં ની બાંધી ગંદકી ને દૂર કરી નાખી હતી અને વર્તમાન સ્થિતિ માં તેમના ઘર માં વીજળી ની સાથે ટીવી પણ છે તેમજ તે દરેક તહેવાર માં ઘર ને પણ સજાવે છે.તેમની પાસે એક કૂતરું છે જે તેમની ગેરહાજરી માં ઘર ની દેખરેખ રાખે છે.