નવી દિલ્હી: એરટેલે મોબાઈલ કંપની માઈક્રોમેક્સની સાથે મળીને એક વર્ષ સુધી મફતમાં 4G સર્વિસ આપવાની કરવાની ઓફર રજુ કરી છે. કંપનીએ ગુરુવારે લોન્ચ થયેલા માઈક્રોમેક્સના કેનવાસ બે સ્માર્ટફોન ઉપર આ ઓફર લોન્ચ કરી છે. આ અંતર્ગત ફરી 4G ડેટા સિવાય અનલીમીટેડ કોલ્સની પણ સુવિધા હશે. માઈક્રોમેક્સના ચીફ માર્કેટિંગ ઓફિસર શુભજીત સેને રિપોર્ટરોને જણાવ્યું, ‘માઈક્રોમેક્સ કેનવાસ બે ઉપર એક વર્ષ સુધી એરટેલ ટુ એરટેલ અનલીમીટેડ કોલિંગ અને ડેટાની સુવિધા પણ હશે. આ સુવિધા તમામ નવા અને હયાત ગ્રાહકોને આપવામાં આવશે.”
માઈક્રોમેક્સે ગુરુવારે જ ૧૧,૯૯૯ રૂપિયાની કિંમત વાળા VoLTE સ્માર્ટફોન કેનવાસ બે લોન્ચ કર્યો છે. સેને કહ્યું કે માઈક્રોમેક્સ અને એરટેલ વચ્ચે થયેલા કરાર અંતર્ગત વપરાશકર્તાને દરરોજ ૧ GB 4G ડેટા મળશે. આ લીમીટ પછી પણ ડેટા મળશે, પરંતુ તેની સ્પીડ ઓછી થઇ જશે. કેનવાસ બેની ખરીદી ઉપર ગ્રાહકોને દરરોજ દેશભરમાં કોઈ પણ નેટવર્ક ઉપર કોલિંગ માટે ૪૦૦ મિનીટ મળશે.
આ ઓફર અંતર્ગત વીકલી લીમીટ ૧૫૦૦ મીનીટ્સની હશે
માઈક્રોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્માએ કહ્યું, “રિલાયન્સ જીયોએ જયારે ત્રણ મહિનાની ફરી ઓફર લોન્ચ કરી હતી તો અમે જોયું હતું કે કેવી રીતે તેમના સ્ટોર્સની બહાર લાંબી લાઈનો લાગી હતી. અમે નથી જાણતા એક વર્ષ માટે લોકોનો કેવો રિસ્પોન્સ હશે.” કંપનીએ ગુરુવારે જ રીટેલ સ્ટોર્સ ઉપર આ ડીવાઈસની શીપીંગ શરુ કરી દીધી છે.