બેંગ્લુરુઃ ઇન્ફોસિસની શનિવારે મળેલી 36મી વાર્ષિક સાધારણ સભામાં કંપનીએ છેવટે સ્વીકાર્યું છે કે ઇન્ફોસિસના 11,000 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. કંપનીએ સાથે સ્પષ્ટ કર્યું કે કંપની બોર્ડ અને પ્રમોટર્સમાં કોઇ વિવાદ નથી, એ બધું મીડિયાની દેન છે.
પ્રવક્તાએ જણાવ્યું કે ટોપ મેનેજમેન્ટ અને સામાન્ય કર્મચારીઓ વચ્ચે કોમ્પેનસેશનનું અંતર વધી રહ્યું છે. આમુશ્કેલીનો ઉપાય કરવા માટે કપંની હવે ઉચ્ચ હોદ્દાઓ પરના અધિકારીઓ માટે કોમ્પેનસેશનની નવી વ્યવસ્થા ગોઠવશે.
કંપની સામેના પડકારોની ચર્ચા કરતાં સીઇઓ વિશાલ સિક્કાએ કહ્યું કે માર્કેટમાં સ્થિરતાથી ટકી રહેવા સાથે બિઝનેસ વધારવો પડકાર છે પરંતુ આપણે લગાતાર પરફોર્મ કરવું પડશે. ઓટોમેશનની અસરરુપે 11,000 કર્મચારીઓની નોકરી ગઇ છે. તેમ જ 1.2 ટકા એમ્પોલોઇ ખર્ચમાં વધારો થયો છે.
કંપની પ્રવક્તાએ જણાવ્યું કે મે 2018માં કંપનીના સીઇઓ શેષશાયી નિવૃત્ત થશે. તે પહેલાંની આ તેમની આખરી એજીએમ છે. શેષશાયીએ શેરહોલ્ડર્સને જણાવ્યું હતું કે તેઓ ફાન્ડર્સની સલાહને ગંભીરતા અને સન્માન સાથે સ્વીકાર કરવામાં માને છે.