ઈમરાન ખાન પીટીઆઈ: સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે ખાનની પીટીઆઈ પાર્ટીએ પાકિસ્તાનના મૂળ આધાર પર હુમલો કર્યો હતો, જેને સહન કરી શકાય નહીં.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુસીબતોનો અંત નથી આવી રહ્યો. પહેલા ધરપકડ, પછી મુક્તિ અને હવે તેમનો પક્ષ પણ ખતમ થવા જઈ રહ્યો છે. સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે બુધવારે આ અંગે સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રાજકીય પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહ્યું છે.