તામિલનાડુ તા.9 : શશિકલા સામે બળવો કરનારા પન્નીરસેલ્વમ બુધવારે AIADMKમાં એકલા પડતાં જણાયા. 134માંથી 131 ધારાસભ્યો પાર્ટી મહાસચિવ શશિકલાની મીટિંગમાં પહોંચશે. પક્ષ બદલી રોકવા માટે તમામને ત્રણ બસ ભરીને એક હોટલમાં મોકલી દેવાયા. ગર્વનર સી વિદ્યાસાગર રાવ ગુરુવારે બપોર પછી મુંબઈથી ચેન્નઈ પરત આવી શકે છે. શશિકલા સાંજ સુધી ધારાસભ્યોની પરેડ કરાવી શકેછે. બીજી બાજુ પન્નીરસેલ્વમે પણ 50 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો. પન્નીરસેલ્વમે બેંકોને લખ્યું કે પાર્ટી ખાતામાં મારી સહી વગર લેણદેણ ન કરે.
પન્નીરસેલ્વમ ની ભૂલો વિષે શું જણાવ્યું.
પન્નીરસેલ્વમના બળવા પછી બુધવારે ધારાસભ્યોની બેઠકમાં શશિકલા 11 મિનિટ સુધી બોલ્યાં હતાં. પન્નીરસેલ્વમને એવી ચેતવણી આપી છે કે ગદ્દારીની સજા આપવામાં આવશે.તે વિપક્ષ સાથે મળીને કાવતરું રચી રહ્યા છે. દરમિયાન, વિપક્ષ ડીએમકેના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિને જણાવ્યું કે અન્નાદ્રમુકના ઝઘડામાં અમારો કોઇ હાથ નથી.ઉલ્લેખનીય છે કે શશિકલા સોમવારે સીએમ પદના શપથ લેવાની હતી, પરંતુ ગવર્નર છેલ્લા 3 દિવસથી મુંબઈમાં છે. આ કારણે તેમનો શપથ ગ્રહણ સમારોહ ટળી રહ્યો છે. AIADMK ટ્રેઝરર પદથી હટાવવામાં આવેલા પન્નીરસેલ્વમે બેંકોને ચિઠ્ઠી લખીને કહ્યું કે તે હજુ પણ ટ્રેઝરર છે.તેમણે બેંક ઓફ ઈન્ડિયાને કહ્યું છે કે મારી પરમિશન વગર કોઈ બીજાને પાર્ટીનું એકાઉન્ટ ઓપરેટ ન કરવા દો.પન્નીરસેલ્વમે કહ્યું કે તે રાજીનામું પરત ખેંચવા તૈયાર છે. અમ્માની બીમારી પર ઉઠેલા સવાલોની તપાસ માટે આયોગ બનાવશે.
.