ઉત્તરપ્રદેશ,મેરઠ તા.3 : ઉત્તરપ્રદેશ માં આગામી દિવસો માં ચૂંટણી યોજાનારી છે ત્યારે દરેક રાજકીય પક્ષ દ્વારા જોર શોર થી તેની તૈયારી અને પ્રચાર ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.શુક્રવાર ના દિવસે ભાજપ ના અઘ્યક્ષ અને મોદી ના નજીક ગણાતા અમિત શાહ ઉત્તરપ્રદેશ ના મેરઠ માં પહોંચ્યા હતા.પેહલા તે ચૂંટણી પ્રચાર પેદલ યાત્રા કરી ને કરવાના હતા,પરંતુ શાહ એ આ નિર્ણય ને નકારી વ્યાપારીઓ ના પરિવારો ને મળવા ગયા હતા.
મેરઠ માં તેમને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ” બંને પાર્ટીએ સાથે મળી ને ઉત્તરપ્રદેશ ને લૂંટી નાખ્યું છે.”સાથે તેમને યુપી ના લોકો ને અપીલ કરી હતી કે તેમનો કિંમતી મત ભાજપ ને આપે તેમને વધુ માં જણાવ્યું હતું કે” એક એ દેશ ને લુટીયો છે જયારે અન્ય એક એ ઉત્તરપ્રદેશ ને લુંટ્યું છે”
મહિલા સુરક્ષા ને લઇ એન્ટી રોમીઓ સ્ક્વોડ બનાવાશે.
- એક ચૂંટણી રેલી ને સંબોધિત કરતા શાહ એ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશ ની મહિલા ની સુરક્ષા હાલ ખતરા માં છે.તેમને સમાજવાદી પાર્ટી ના રાજ માં થઇ રહેલા મહિલા અપરાધ વિષે પણ જણાવ્યું હતું.સાથે તેમને જણાવ્યું હતું કે ” પ્રદેશ ની દરેક કોલેજ અને સ્કૂલ માં એન્ટી રોમીઓ સ્ક્વોડ બનાવામાં આવશે જેના કારણે અમારી દીકરીઓ સુરક્ષિત રહે.”
જમીનો પચાવી રહી છે સમાજવાદી પાર્ટી.
- શાહ એ ઉત્તરપ્રદેશ માં થઇ રહેલી હિંસા ને ધ્યાન માં લીધી હતી તેમજ યુપી માં વધતા જતા અપરાધ ના ગ્રાફ ને લઇ મથુરા કાંડ અને રેપ જેવા ગુના વિષે વાત કરી હતી.તેમને જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટી ના ગુંડા તત્વો એ ઉત્તરપ્રદેશ ની કેટલીક જમીન પર કબ્જો કરી લીધો છે.જયારે કાનૂન વ્યવસ્થા ને લઇ અમિત શાહ એ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પાસે જવાબ માંગ્યો હતો.