સેનકો ગોલ્ડ આઈપીઓ ગોલ્ડ કંપની સેનકોનો આઈપીઓ આવતીકાલથી ખુલવા જઈ રહ્યો છે. કંપની ઓફલાઈન તેમજ ઓનલાઈન સેગમેન્ટમાં જ્વેલરીનો સોદો કરે છે. કંપનીના IPOની ઇશ્યુ સાઇઝ રૂ. 405 કરોડ છે જેમાં 47 શેરની લોટ સાઇઝ છે. કંપની આ IPO દ્વારા તેની વૃદ્ધિને વધુ વેગ આપવાનું આયોજન ધરાવે છે.
રિટેલ જ્વેલરી કંપની સેન્કો ગોલ્ડનો IPO મંગળવાર (04 જુલાઈ, 2023) ના રોજ ખુલવા જઈ રહ્યો છે. તેની પ્રાઇસ બેન્ડ રૂપિયા 301 થી 317 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપની દ્વારા માહિતી આપવામાં આવી છે કે સામાન્ય રોકાણકાર આ IPO માટે 6 જુલાઈ સુધી બિડ કરી શકે છે. તેની એન્કર બુક 3જી જુલાઈના રોજ ખુલી છે.
તમને જણાવી દઈએ કે, કોલકાતા સ્થિત સેન્કો ગોલ્ડ એક જાણીતી ગોલ્ડ જ્વેલરી બ્રાન્ડ છે. કંપનીના દેશના 13 રાજ્યોમાં 140 થી વધુ જ્વેલરી શોરૂમ છે, જેમાંથી 63 ટકા પશ્ચિમ બંગાળમાં આવેલા છે.
સેન્કો ગોલ્ડ આઈપીઓની હાઈલાઈટ્સ
સેન્કો ગોલ્ડ આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂપિયા 301 થી 317 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
સેન્કો ગોલ્ડ આઈપીઓનો એક લોટ 47 શેરનો હશે. IPO માં બિડ કરવા માટે રોકાણકારે ઓછામાં ઓછા એક લોટ માટે અરજી કરવી પડશે.
કંપનીની ઈશ્યુ સાઈઝ 405 કરોડ રૂપિયા હશે.
IPOમાં રૂ. 270 કરોડનો નવો ઇશ્યૂ અને રૂ. 135 કરોડનો OFS છે. તાજા ઇશ્યુમાંથી રૂ. 196 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડી માટે કરવામાં આવશે, જ્યારે બાકીના નાણાં સામાન્ય કોર્પોરેટ માટે ઉપયોગમાં લેવાશે. SAIF Partners India IV Ltd, જે કંપનીમાં 19.23 ટકા હિસ્સો પણ ધરાવે છે તેના વતી શેર OFSમાં વેચવામાં આવી રહ્યા છે.
કંપની તેના ઉત્પાદનોનું ઓનલાઈન વેચાણ પણ કરે છે. આ સાથે દુબઈ, મલેશિયા અને સિંગાપોરમાં પણ ઘરેણાંની નિકાસ થાય છે.
કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે IPO ની મદદથી કંપનીને તેનો ગ્રોથ વધારવામાં મદદ મળશે. હાલમાં, કંપની દર વર્ષે પાંચથી છ સ્ટોર ખોલી રહી છે.