ઉત્તર પ્રદેશ ના કાનપુર જિલ્લા માં બેફામ ગતિ થી હાઇવે ઉપર જતી ટ્રક પલ્ટી ખાઈ જતા 6 લોકોનાં કરૂણ મોત થયા હોવાના અહેવાલ છે અને 22 શ્રમિકો ટ્રક નીચે દબાઈ ગયા હતા. બીજી તરફ આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, આ મામલો કાનપુર નજીક હાઇવે પર એક ઓવરસ્પીડ ટ્રક અનિયંત્રિત થઈને પલટી ગઈ. જેના કારણે ટ્રકમાં સવાર 22 લોકો નીચે દબાઈ ગયા. આ દુર્ઘટનામાં 6 લોકોનાં કરૂણ મોત થયા છે. બીજી તરફ અન્ય 16 શ્રમિકોને ખૂબ જ મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા છે. તેમાંથી 8 શ્રમિકોને ગંભીર ઈજાઓ થઈ છે, જે પૈકી એકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જેઓ ને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે.