આપમાંથી બહાર કાઢી મુકાયેલા અને બાગી નેતા કપિલ મિશ્રાએ આજે પોતાના ગુરૂ અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ નવો મોરચો ખોલ્યો. તેઓએ કહ્યું કે મારી પાસે તેઓ વિરૂદ્ધ સંપૂર્ણ પુરાવા છે. જેને તેઓ આજે સીબીઆઈ સમક્ષ રજૂ કરશે.
કપિલ મિશ્રાએ કહ્યું કેજરીવાલ વિધાનસભામાંથી મારી સભ્યતા ખત્મ કરવા માગે છે તેઓએ કહ્યું કે તેઓ સક્ષમ છે. આવુ કરી શકે છે. કપિલે કેજરીવાલને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યુ મે તેઓમાં દમ હોય તો તેઓ રાજીનામુ આપીને મારા વિરૂદ્ધ ચૂંટણી લડીને દેખાડે. તેઓએ કહ્યું કે તેઓ મારા ગુરૂ રહ્યા છે અને આ બધુ મેં તેઓ પાસેથી જ શીખ્યો છું.
કપિલ મિશ્રાએ કહ્યું કે મેં ગુરૂ કેજરીવાલ પાસેથી જ શીખ્યું છે. આપણા સ્ટેન્ડ પર કાયમ રહેવું જોઈએ. મેં અસત્યનો વિરોધ કર્યો છે. તેના માટે કોઈપણ સજા ભોગવવા તૈયાર છું તેઓએ કહ્યું કે કેજરીવાલની પાસે ધન અને બળ બંને છે. હું તેઓની સાને કાંઈ નથી. તેઓ મને મારી પણ શકે છે પરંતુ હું પાછળ હટીશ નહિં.
ભૂતપૂર્વ મંત્રી કપિલ મિશ્રાના આરોપો બાદ આપમાં હોબાળો મચ્યો છે. કપિલ મિશ્રા આ મુદ્દા પર એક મોટુ પગલુ ભરવાના છે તેઓ સીબીઆઈને મળીને અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવશે.
દિલ્હી સરકારના પૂર્વ મંત્રી કપિલ મિશ્રાએ આજે ટ્વીટ કરી મોટા ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હું ૧૧:૩૦ વાગ્યે સીબીઆઈ ઓફીસ જઈશ. કપિલ મિશ્રાએ રવિવારે કેજરીવાલને સત્યેન્દ્ર જૈન પાસેથી ૨ કરોડ રૂપિયા લેતા જોયા હોવાનું જાહેર કરી ખળભળાટ મચાવી દીધો હતો.
કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલ માટે એક ચિઠ્ઠી જાહેર કરી છે. જેમાં તેમણે કેજરીવાલને સંબોધીને કહ્યું છે કે જે ગુરૂ પાસેથી બધુ શીખ્યુ છે આજ એમની વિરૂદ્ધ જ ફરીયાદ નોંધાવીશ. હું તમારી બધી ચાલ સમજું છું.
મિશ્રાએ પણ જણાવેલ કે મારી પાસે પુરાવા છે, કેજરીવાલના ચક્રવ્યુહને તોડવા નીકળ્યો છું. સત્યેન્દ્ર જૈન અરબપતિ વ્યકિત છે. મોટા – મોટા વકીલ રાખી શકે છે પણ મારી પાસે તો વકીલ રાખવાના પણ પૈસા નથી. હું કેજરીવાલ વિરૂદ્ધ સીબીઆઈ તપાસ કરાવીશ. કેજરીવાલને પડકાર ફેંકતા કપિલ મિશ્રાએ જણાવેલ કે દિલ્હીની કરાવત નગર સહિત કોઈ પણ બેઠક ઉપરથી ચૂંટણી લડો, બેઠક તમે નક્કી કરો. હું તમારા જવાબની રાહ જોઈ રહ્યો છું. હું રાજીનામું દેવા તૈયાર છું.