AIIMSમાં કોરોનાની સારવાર લઈ રહેલા 55 વર્ષીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તબીયત હવે સંપૂર્ણ પણે સારી હોવાનું સામે આવ્યું છે. એઈમ્સે શનિવારે એક નિવેદન બહાર પાડીને આ પ્રમાણેની જાણકારી આપી છે. તેમને હોસ્પિટલમાંથી ટૂંક સમયમાં રજા અપાશે. શાહને પોસ્ટ કોવિડ કેર માટે 18 ઓગસ્ટના રોજ એઈમ્સમાં દાખલ કરાયા હતા.
2 ઓગસ્ટના રોજ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર થઈ હતી. 14 ઓગસ્ટના રોજ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ હતી.ત્યારબાદ અમિત શાહને વધુ સારવાર માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં હવે તેમની તબિયત સ્વસ્થ હોવાના અહેવાલ સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાની આગેવાનીમાં અમિત શાહની સારવાર ચાલી રહી છે. ગૃહમંત્રીને શરીરમાં દુખાવો, થાક અને ચક્કરની ફરીયાદ હતી.