કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી અનિલ માધવદવે નું નિધન હાર્ટ અટેક થી થયું છે. પ્રધાન મંત્રી નરેદ્રમોદી
એ ટ્વિટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.
મોદી એ ટ્વિટ કરીને જણવ્યું કે ગઈ કાલે સાંજે હું એમની સાથે અંતર્ગત મુદ્દા પર ચર્ચા કરી હતી. એમનું નિધન મારા માટે ખુબજ દુઃખદ વાત છે. એમને લોકો ઝુઝારુ લોક સેવક ના રૂપ માં યાદ રાખશે. પર્યાવરણ સંરક્ષણ વિષે એ ખુબજ ઝુઝારુ વ્યક્તિ હતા.
દવે નો જન્મ 6 જુલાઈ 1956 માં ઉજ્જૈન ના ભદનગર માં થયો હતો. ઇન્દોર ના ગુજરાતી કોલેજ માંથી એમકોમ કરનાર અનિલ શરૂઆત થી જ આરએસએસ થી સંકળાયેલા હતા, અને નર્મદા નદી બચાવ કામગીરી પર કામ કરી રહ્યા હતા. એ રાજ્યસભામાં વર્ષ 2009 માં મધ્યપ્રદેશ નું પ્રતિનિતિધ્વ કરી રહ્યા હતા.