કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ફરીથી સમન્સ મોકલવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, EDએ સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં 21 જુલાઈએ પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે. આ પહેલા સોનિયા ગાંધીએ પૂછપરછ માટે ED સમક્ષ હાજર થવા માટે થોડા વધુ દિવસોનો સમય માંગ્યો હતો.
રાહુલની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી
આ મામલામાં પાંચ દિવસમાં રાહુલ ગાંધીની લગભગ 50 કલાક પૂછપરછ કરવામાં આવી છે. આ દરમિયાન તેમના નિવેદનો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા સોનિયા ગાંધીએ પૂછપરછ માટે ED સમક્ષ હાજર થવા માટે થોડા વધુ દિવસોનો સમય માંગ્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે કોરોના સામે લડી રહેલા સોનિયા ગાંધીને ડૉક્ટરોએ આરામ કરવાની સલાહ આપી છે, જેના કારણે તેઓ થોડા અઠવાડિયા સુધી ED સમક્ષ હાજર થઈ શકશે નહીં.