કોરોના વાયરસના દૈનિક કિસ્સાઓમાં તાજેતરના સમયમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 38,074 નવા કેસ નોંધાયા છે, જે સોમવારે નોંધાયેલા 45,903 કેસો ની સરખામણીએ ઘણા ઓછા છે. દૈનિક મૃત્યુમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સતત બીજા દિવસે મૃત્યુઆંક 500થી પણ ઓછો રહ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 38,074 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોવિડ-19ને કારણે 448 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોના વાયરસના ચેપની કુલ સંખ્યા 85, 91731 છે. આંકડા મુજબ
દેશમાં વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 79, 59406 છે.
છેલ્લા 24 કલાકમાં 42,033 દર્દીઓ આ વાયરસના ચેપને કારણે હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા છ લાખથી પણ ઓછી છે.
મંત્રાલયના આંકડા મુજબ દેશમાં સક્રિય કેસોની સંખ્યા 5, 05265 છે.
છેલ્લા 24 કલાકમાં તેમાં 4,408નો ઘટાડો થયો છે. કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 1, 27059 છે.