દેશ માં ભલે લોકો માં મંદી નો માહોલ હોય પણ સરકાર માટે પેટ્રોલ અને ડીઝલ પરનો કર આવકનો મોટો સ્રોત રહ્યો છે. કોરોનાને કારણે આર્થિક મંદી દરમિયાન, સરકારી તિજોરીને ઘણી મોટી આવક થઈ છે.
સામાન્ય માણસ મોંઘા પેટ્રોલ અને ડીઝલથી ગ્રસ્ત છે, પરંતુ કેન્દ્ર સરકારના ટેક્સની વસૂલાત છેલ્લા વર્ષોમાં 300 ટકાથી વધુ વધી છે. સરકારે સોમવારે લોકસભામાં આ માહિતી આપી હતી. બીજી તરફ ગેસ ના ભાવો પણ વધી જતાં લોકો ના બજેટ ખોરવાયા છે.
નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં ભાજપ સરકારના પ્રથમ વર્ષમાં 2014-15 દરમિયાન પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટીમાંથી 29,279 કરોડ રૂપિયા અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાંથી 42,881 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ 10 મહિનામાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સની વસૂલાત વધીને રૂ. 2.94 લાખ કરોડ થઈ ગઈ છે. આમ છેલ્લા 6 વર્ષ માં સરકારે પેટ્રોલ અને ડીઝલ માંથી જ 300 ટકા થી વધુ આવક મેળવી છે.
Sunday, May 19