નવી દિલ્હી તા.3 : બળાત્કાર જેવા ગંભીર આરોપમાં ફંસાયેલા આસારામને રેપ કેસની બીજી ઘટનામાં પણ જામીન મળ્યા નથી. સુપ્રીમ કોર્ટે આસારામની જામીનની અરજી ફગાવી દીધી છે. ગુજરાતમાં આસારામ સામે બીજો રેપ કેસ પેન્ડિંગ છે.સુપ્રીમ કોર્ટે આ ઘટનામાં સુનાવણી કરતા કહ્યુ કે હંમણા બે દિવસ પહેલા જ અમે આસારામની મેડિકલ રિપોર્ટને આધારે જામીનની માંગણી અરજીનો અસ્વીકાર કર્યો હતો, તો હવે અમે કેવી રીતે જામીન આપી શકીયે. અને જો જામીન મંજૂર કરી પણ દીધા તો પણ આસારામ જેલમાંથી બહાર આવી શકશે નહીં કારણ કે બીજા કેસમાં તે જેલમાં જ બંધ રહેશે.
આસારામે પોતાની અરજીમાં માંગણી કરી હતી કે રાજસ્થાન અને ગુજરાત એમ બંને કેસમાં એક સાથે ટ્રાયલ ચલાવવામાં આવે. પરંતુ કોર્ટે જણાવ્યુ કે પહેલા રાજસ્થાનમાં સુનાવણી કરવામાં આવશે ત્યારબાદ ગુજરાતની ઘટનામાં ટ્રાયલ શરૂ કરવામાં આવશે.સોમવારે આસારામ સામે સુપ્રીમ કોર્ટે કડક નિર્ણય લીધા હતા. સુપ્રીમ કોર્ટે આસારામને ડબલ ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે મુખ્ય ન્યાયાધીશ જે.એસ. ખેહરની બેન્ચે આસારામ પર ખોટી મેડિકલ રિપોર્ટ આપવા માટે એફઆઇઆર દાખલ કરવાના આદેશ આપ્યા છે આ સાથે જ એક લાખ રૂપિયાનો દંડ પણ ભરવા માટે કહ્યુ છે.સુપ્રીમ કોર્ટે આસારામને પહેલાથી જ અપેક્ષિત જામીન આપવાથી અને ત્યારબાદ સ્થાયી જામીન આપવાથી પણ ઇન્કાર કરી દીધો છે. ટ્રાયલમાં વિલંબ થવાને કારણે ત્રણ વર્ષથી જેલમાં બંધ રહેવાના આધારે આસારામે સ્થાયી જામીન આપવા માટે માંગણી કરી હતી.