જમ્મુ કાશ્મીરના પુલવામાં સુરક્ષા દળો અને આતંકિઓ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. જેમાં સુરક્ષાદળો એ એક આતંકીને ઠાર કર્યો છે. અને એક જવાન શહીદ પણ થયો છે. હમણા એ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જણાવી દઇએ કે ખુફિયા એજન્સીને જાણકારી મળી હતી કે પુલવા જીલ્લાના કમરાજીપોરાના એક બગીચામાં આતંકિઓ છુપાયેલા છે. સુચના મળતા જ સુરક્ષા દળોએ વિસ્તારની તપાસ કરી અને ઘેરાવ કરી લીધો. પોતાનો ઘેરાવ જોઇને આતંકિઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. જેમાં એક જવાન શહિદ થયો છે. ઘટના સ્થળ ઉપર એક 47, ગ્રેનેડ ની સાથે કેટલોક સામાન પણ મળી આવ્યો છે. જેને પોલિસે કબ્જામાં લઇ લીધો છે. અને તે જગ્યાનુ સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.
