દિવાળીમાં પણ લોકો પોતાના ઘરની સફાઇ કરે છે. ઘરની સફાઇ કરવાની વાત આવે ત્યારે સમય બગડે છે અને સાથે જ મહેનત કરવી પડે છે. પરંતુ ઘણી વખત ગમે તેટલું કામ કરીએ તેમ છતાં યોગ્ય રીતે જેવી જોઇએ તેવી સફાઇ થઇ શક્તી નથી. ઘરની સફાઇ માટે પણ જો નાની મોટી ટિપ્સ ખબર હોય તો ઘરની સફાઇ વધુ સરળ બને છે, તો આવો જાણીએ ઘરની સફાઇમાં મદદ કરતી ટ્રિક્સ વિશે.
-એલ્યુમિનિયમનાં ગંદા વાસણ હોય તો વધારે ગંદા ના હોય તો તેને ઉકળતા પાણીમાં સફરજનની છાલને ઉકાળી લો. આ ગરમ પાણીથી વાસણ ઘસો. વાસણ બિલકુલ સાફ થઇ જશે
-ફર્નિચરની આસપાસ આપણે સફાઇ કરીએ છીએ. પરંતુ ફર્નિચરનાં પાયા પર જામેલા પાણીના નિશાનને દુર કરવા માટે ફર્નિચરનાં ડાઘવાળી જગ્યાએ એક વટાણાના દાણા જેટલું ટુથપેસ્ટ લગાડો.
-બારીની ચમક જાળવી રાખવા માટે લીંબુના છોતરાને કાચ પર ઘસો, ત્યારબાદ કોરા કપડાંથી કાચની બારીને લૂછી લો.
-ઘરમાં નાના બાળકો હોય તો દીવાલ પર તેઓએ કરેલા ડ્રોઇંગ અથવા દીવાલ પર પડેલા નિશાનને દૂર કરવા તેની પર ડિયોડરન્ટ છાંટો. ત્યાર બાદ કપડાંથી તેને સાફ કરી લો.
-ઘરના બારી-બારણાં કે ફર્નિચરમાં કાચ અથવા તો અરીસાને સાફ કરવું હોય તો મુલાયમ કાપડ પર થોડી ટૂથપેસ્ટ લો, તેને અરીસા પર ઘસી લો. તેનાથી ડાઘ કે કોઇપણ પ્રકારના નિશાન હશે તો તે દૂર થશે.
-નરમ, મુલાયમ કપડાંથી ડાઘવાળી જગ્યા પર ટુથપેસ્ટ લગાડો અને હળવે હાથે ઘસો. કપડાંથી લુછી લો. આ ઉપાયોને અપનાવવાથી તમારા ઘરની દરેક વસ્તુ એકદમ ચમકી જશે અને ચોખ્ખી દેખાશે.
-કાર્પેટ્સની સફાઇ કરતી વખતે ચા પત્તિને તેની પર છાંટો અને થોડી વાર બાદ તેને ખંચેરી લો.
– સોફા પર લાગેલા ડાઘને દૂર કરવા પહેલા કેરોસીન અથવા પેટ્રોલના ટીપાં છાંટીને તેને મુલાયમ કપડાંથી ઘસો. ડાઘ ઝડપથી દૂર થશે.
-પડદા અને સોફાના કવર ધોયા બાદ હળવા ભીના હોય ત્યારે જ તેની પર ઇસ્ત્રી ફેરવો જેથી તેમાં કોઇ કરચલી પડતી નથી.