દર મહિને પગારમાંથી કાપવામાં આવતી ભવિષ્યનિધિમાં જનારા પૈસા પહેલા તો ખટકે છે પછી ઘડી ઘડી બેલેન્સ ચેક કરવાથી તે જ રકમ રાહત પણ આપે છે. પરંતુ આ વચ્ચે કેટલાક લોકો સવાલ પુછે છે કે નોકરી છોડી તો પીએફ બેલેન્સમાં શું થશે. આવો જાણીએ તેની સાથે સંકળાયેલી મહત્વની બાબતો.યાદ રહે કે નોકરી છુટ્યાં બાદ તમે ઈપીએફ ખાતામાં યોગદાન નથી કરી શકતા, તેવું એ માટે કે ઈપીએફ ખાતામાં યોગદાન એમ્પ્લોયરની સાથ જ કરવામાં આવે છે. જ્યારે એમ્પ્લોયરનું યોગદાન નહી હોય તો કર્મચારીનું યોગદાન સંભવ નથી. કેટલાક લોકો નોકરી છોડ્યા અને રિટાયર્ડ થયા બાદ પોતાના ઈપીએફ ખાતામાંથી રકમ ક્લિઅરન્સ નથી કરતા. આ દરમયાન તેણે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓની તરફથી અને દર વર્ષે વ્યાજ દરનો ફાયદો પણ મળે છે. પરંતુ લોકો આ વાતથી વાકેફ નથી કે નોકરી છોડ્યા અને રિટાયર્ડ થયા બાદ ઈપીએફ ખાતા ઉપર મળનારા વ્યાજની રકમની ચુકવણી કરવી પડે છે. ઈપીએફઓ અનુસાર કરથી છુટ માત્ર કર્મચારીઓને જ મળે છે.
કર્મચારી નોકરી છોડી દે કે રિટાયર્ડ થઈ જાય છે તો તેને વ્યાજની રકમ ઉપર કરની ચુકવણી કરવી પડે છે. નોકરી છુટ્યાના એક મહિના બાદ તમે તમારા કુલ ઈપીએફ બેલેન્સમાંથી વધારેમાં વધારે 75 ટકા રકમ ઉપાડી શકો છો. જ્યારે નોકરી છોડ્યાના બે મહિના પુરા થઈ જાય ત્યારે તમે 25 ટકા રકમ જે બાકી છે તેને ઉપાડી શકો છો. તમે 58 વર્ષના નથી થતા ત્યાં સુધી તમે વિના કોઈ યોગદાન પણ ઈપીએફ એકાઉન્ટને રાખી શકો છો. એટલે કે ઈપીએફ ખાતામાં બેલેન્સ છોડી શકો છો. 2016થી પહેલા તમે સતત ત્રણ વર્ષ સુધી ઈપીએફ ખાતામાં યોગદાન નથી કરી શકતા તો તમારૂ ખાતુ ઈનઓપરેટીવ માની લેવામાં આવશે. એટલે કે ત્રણ વર્ષ બાદ તમને ઈપીએફ બેલેન્સ ઉપર કોઈ વ્યાજ મળતું ન હતું. જો ખાતું સાત વર્ષ સધી નિષ્ક્રિય રહે છે તો જેટલા બેલેન્સનું ક્લેમ કરવામાં આવ્યું નથી તેટલું બેલેન્સ સિનીયર સિટીઝન વેલફેર ફંડમાં ટ્રાન્સફર થઈ જાય છે. એસસીડબલ્યુએફમાં આ રકમ 25 વર્ષ સુધી રહે છે. આ દરમયાન તમે રકમનું ક્લેમ કરી શકો છો. આ ફંડ ઉપર સરકાર વ્યાજ પણ આપે છે. 2019-20માં સરકારે તેના ઉપર 6.85 ટકા વ્યાજ આપ્યું હતું.