મેરઠ તા.4 : PM મોદીનું સપા-કૉગ્રેસ ગઠબંધન પર નિશાન, કહ્યું ‘જે લોકો પોતાને નથી બચાવી શકતા તેઓ શું યૂપીને બચાવશે’પ્રધાનમંત્રી બન્યા પહેલા જે સ્થાન પરથી નરેંદ્ર મોદીએ ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી ત્યાંથી મોદી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે. મોદી આજની રેલીમાં 18 વિધાનસભાના મતદારોને સંબોધન કરી રહ્યા છે. સપા-કૉંગ્રેસ પર પીએમ મોદીએ નિશાન સાધતા કહ્યું જેઓ પોતાને નથી બચાવી શકતા તેઓ શુ યૂપીને બચાવશે.
પીએમ મોદીએ સપા પર નિશાન સાધતા કહ્યું કેંદ્રએ સાફ સફાઈ માટે યૂપીને 950 કરોડ ફાળવ્યા હતા, યૂપી સરકાર 40 કરોડ પણ ખર્ચ નથી કરી શકી. અખિલેશ સરકાર પરિવારના ઝઘડામાં પડી છે.પીએમ મોદીએ કહ્યું જ્યાં સુધી ઉત્તર પ્રદેશના લોકો SCAM ને ખત્મ નહી કરે ત્યાં સુધી યૂપીનો વિકાસ નહી થઈ શકે. યૂપીમા ભાજપની SCAM ની સામે લડાઈ છે. S મતલબ સમાજવાદી પાર્ટી, C મતલબ કૉંગ્રેસ, A મતલબ અખિલેશ અને M મતલબ માયાવતી.પીએમ મોદીએ કહ્યું અઢી વર્ષના સમયમાં મે કોઈ એવુ કામ નથી કર્યું જેથી દેશના લોકોને કોઈ નુકશાન થાય.સપા—કૉંગ્રેસના ગઠબંધન પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું જે લોકો પહેલા અખિલેશની આલોચના કરતા હતા તેઓ હવે એકબીજાનો સાથ આપી રહ્યા છે. યૂપીની સરકારને ગાળો આપનારા એવુ શુ બન્યું કે રાતોરાત તેમને ગળે મળી ગયા. ગઠબંધન પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું જે લોકો પોતાને નથી બચાવી શકતા તેઓ શુ યૂપીને બચાવશે.