વેલેન્ટાઈન ડેના અવસર પર લોકો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ માટે ઘણા લોકો પોતાના પાર્ટનરને લવ લેટર અથવા મેસેજ પણ મોકલે છે. જો તમને પણ સારી રીતે લખાયેલો પ્રેમ પત્ર મળ્યો હોય, તો શક્ય છે કે AI એ લખ્યો હોય. અમે મજાક નથી કરી રહ્યા. લોકો OpenAI ના પ્રખ્યાત AI ટૂલ ChatGPT નો ઉપયોગ કરી રહ્યા છે.
અમે મજાક નથી કરી રહ્યા. લોકોને OpenAI ના પ્રખ્યાત AI ટૂલ ChatGPT દ્વારા લખેલા પ્રેમ પત્રો મળી રહ્યા છે. ChatGPT સતત ચર્ચામાં રહે છે. આ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે આવનારા સમયમાં ગૂગલને પાછળ છોડી દેશે. હવે એક સર્વે સામે આવ્યો છે જે જોઈને લાગી રહ્યું છે કે કદાચ આ વાત સાચી પડે અને ખરેખર ChatGPT ગૂગલ ને પાછળ છોડી દે. અને કદાચ ChatGPT ના કરી શકે તો આવનારી અન્ય કોઈ આર્ટિફિશિયલ ઈંટેલેજન્ટ્સ ની નવી પ્રોડક્ટ આ કરી નાખે તો નવાઈ નહીં.
વેલેન્ટાઈન ડે એમ તો પશ્ચિમી પ્રથા છે પણ ઘણા વર્ષો થી ભારતીય સમાજમાં વણાઈ ગયેલી જોવા મળે છે. ખાસ કરીને નવયુવાનોમાં એનો જબરો ક્રેઝ છે. ઘણા છોકરા છોકરીઓ, આ દિવસે એમના મનગમતા પાર્ટનરને પ્રોપોઝ કરે છે તો ઘણા યુગલો આ દિવસે એકબીજાને ગિફ્ટ્સ અને ફ્લાવર્સ, ચોકોલાટેસ અને લેટટર્સ આપી પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. હવે બધાજ સારી રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકે એ તો જરૂરી નથી. એટલે જે ફ્રેન્ડ ને સારું લખતા આવડતું હોય એની પાસે લવલેટર લખાવવું એ કૈં નવી વાત નથી. પણ હવે લાગે છે કે એ ફ્રેન્ડ ની ગરજ AI સારશે.