દેશની રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે જુલાઇમાં 14.2 કિલો રાંધણ ગેસ સિલિન્ડરના બજાર ભાવ એટલે કે સબસીડી વગરના સિલિન્ડરનો ભાવ 637 રૂપિયા હતો જે હવે 594 રૂપિયા રહી ગઈ છે. તેમ છતાં આ દરમિયાન સબસીડીવાળું ગેસ સિલિન્ડર 100 રૂપિયા મોંઘું થઈ ગયું છે અને તેની કિંમત 494.35 રૂપિયા વધીને 594 રૂપિયા થઈ ગઈ. સરકાર દ્વારા સબસીડીમાં સતત કરવામાં આવેલા ઘટાડાને કારણે આ વર્ષે મેથી જ સબ્સિડી અને સબસીડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત સરખી થઈ ગઈ છે.
આ વર્ષે મે, જૂન અને જુલાઇમાં ગ્રાહકોને કોઇ સબસીડી નથી મળી. મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન જ એવા સમાચાર આવ્યા હતા કે સરકારની યોજના ધીમે-ધીમે રસોઇ ગેસ સિલિન્ડર પર સબસીડી પૂરી કરવાની છે, પણ આ સંબંધે પૂછવા પર પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દર વખતે આ વાતની ના પાડી દેતા હતા. બીજી તરફ સરકારે છેલ્લા એક વર્ષમાં સતત કાપ કર્યો છે.
જુલાઇ 2019માં સબ્સિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડર 494.35 રૂપિયાનું અને સબસીડીવાળું સિલિન્ડડર 637 રૂપિયાનું હતું. ઓકટોબર 2019માં સબસીડીવાળું 517.95 રૂપિયાનું અને સબસીડી વિનાનું સિલિન્ડર 605 રૂપિયાનું થઈ ગયું છે. આ વર્ષે જાન્યુઆરીમાં સબસીડીવાળા સિલિન્ડરની કિંમત વધીને 535.14 રૂપિયા અને સબ્સિડી વગરના સિલિન્ડરની કિંમત 714 રૂપિયા થઈ ગઈ.
એપ્રિલમાં સબસીડીવાળા સિલિન્ડરની કિંમત 581.57 રૂપિયા અને વગર સબસીડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત 774 રૂપિયા થઈ ગઈ. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એપ્રિલમાં એલપીજીની કિંમતોમાં ઘટાડા પછી પણ રાંધણ ગેસ સિલિન્ડરના બજાર ભાવ 162.50 રૂપિયા ઘટીને 581.50 રૂપિયા કરી દીધી જેથી સબસીડી અને સબ્સિડી વગરના સિલિન્ડરની કિંમત એક સરખી થઈ ગઈ. જૂન અને જૂલાઇમાં સબસીડીવાળા અને સબસીડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ સમાન વધારો કરવામાં આવ્યા છે.