નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધ રહ્યુ છે અને દરરોજ નવા રેકોર્ડ બ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. કોરોના વાયરસને રોકવા માટે ભારતમાં રસીકરણનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. દેશના અલગ અલગ વિસ્તારોમાં સરકારી અને પ્રાઇલેટ સેન્ટરો પર કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જો કે કેટલાંક લોકોને તેમના ઘરની નજીક આવેલા કોરોના રસીકરણ કેન્દની માહિતી હોતી નથી. હવે તમે ઘરે બેઠાં તમારી નજીકના રસીકરણ સેન્ટરની માહિતી મેળવી શકો તેની માટે સરકારે એક સરળ સુવિધા ઉભી કરી છે.
આ રીતે શોધો તમારી નજીકનું રસીકરણ સેન્ટર-
કેન્દ્ર સરકાર વારા કોરોના રસીકરણ અંગેનું તમામ અપડેટ આપવા માટે https://www.cowin.gov.in/home પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં રસીકરણ સાથે જોડાયેલા આંકડા, સ્થળ, જાણકારી અને અન્ય જાણકારી આપવામાં આવે છે.
આ https://www.cowin.gov.in/home વેબસાઇટ પર જઇને તમે રસીકરણ માટે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છે. રજીસ્ટ્રેશન માટે તમારે પોતાનો નંબર નાંખવાનો રહેશે, ત્યાર બાદ આધાર કાર્ડ અથવા તો સરકાર માન્ય કોઇ આઇડીનો નંબર આપીને રજીસ્ટ્રેશન કારાવી શકે છે.
https://www.cowin.gov.in/home વેબસાઇટ પર એક મેપ પણ હશે, જેની સાથે એક સર્ચ ઓપ્શન આપેલો હશો. આ સર્ચ ઓપ્શનમાં તમે તમારું ગામ, શહેર, વિસ્તાર, જિલ્લો કે રાજ્યનું નામ નાંખી શકો છો. સર્ચ કરતાની સાથે જ ત્યાં સેન્ટરના નામ આવવા લાગશે, સાથે જ બાજુમાં રહેલા મેપ પર લોકશન પણ આવશે.
ઐ સિવાય https://www.cowin.gov.in/home વેબસાઇટ પર રહેલા ડેશબોર્ડ પર દરેક રાજ્ય અને જિલ્લાની જાણકારી આપેલી હોય છે. જિલ્લામાં કેટલા વેક્સિન સેન્ટર છે, કેટલા લોકોને રસી અપાઇ છે વગેરે દરેક માહિતિ આપેલી હોય છે.
તે ઉપરાંત તમારા ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને પણ રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારી નજીકના રસીકરણ કેન્દ્રની માહિતિ મેળવી શકો છો.