ઘરના ઘરનું સપનું પુરૂ કરવા માટે પ્રધાન મંત્રી આવાસ યોજનાને લાઇને જાગ્રુતતાનો અભાવ અને ફાઇનાન્સ સિસ્ટમને લઇને લોકના બદલતા એસ્ટીમેન્ટના કારણે યોજનામાં અનેક સમસ્યા ઉભી થઇ છે.સબ્સિડી યોજનાની સમસ્યા લઇને સબસિડી પાછી લઇ લેવાની ફરીયાદોથી સમાન્ય લોકોમાં ગેરસમજ ફેલાઇ છે.
14000 કરોડથી વધુ સબસિડી અપાઇ
આ બાબત પર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યુ કે આ યોજનાનું નામ ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના છે,જેમા રૂપિયાની સ્કિમ બધા નિયમો પુરા કરનાને આ યોજનાનો લાભ મળે છે,ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત 14000 કરોડથી પણ વધુ સબસિડી આપવામાં આવી છે.
નકલી ફોર્મ મળી રહ્યા છે
યોજના ના નામે લોકોને છેતરવા લોકો પાસે નકલી ફોર્મ 200 રૂપિયામાં આપવામાં આવે છે.આનાથી એ વાતતો નક્કિ થાય છે લોકોને આ યોજના અંગે હજુ પણ માહિતગાર નથી,આ યોજના હેઠળ સહસિડી આપતી નોડલ એજન્સી નેશનલ હાઉસિંગ બેન્ક(NHB)ના અધિકારીનુ કહેવુ છે કે લોકોએ પહેલા એ સમજી લે કે આ લોન નથી પરંતુ એક સબસિડી છે,જેનું બેન્ક કે હાઉસીંગ ફાઇનાન્સ કંપનીના નિયમોના આધારે ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે.
ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS):
ઈડબ્લ્યુએસ અને એલઆઈજી ઘરો/ પરિવારો, જેમની વાર્ષિક ઘરગથ્થુ આવક રૂ. 6 લાખ સુધી હોય તેઓ આ યોજના હેઠળ સબસિડી લેવા માટે પાત્ર ઠરે છે. આ પરિવાર પાસે ભારતના કોઈ પણ ભાગમાં પાકું ઘર ના હોવું જોઈએ. સબસિડી લાભાર્થીના લોન ખાતામાં ઉપલક જમા કરાય છે, જેને લીધે ઘટતા અસરકારક હાઉસિંગ લોનના ઈએમઆઈમાં પરિણમે છે.
CLSSની વિશિષ્ટતાઓ
- મહત્તમ સબસિડી રૂ. 2.67 લાખ* સુધી
- વ્યાજની સબસિડી 20 વર્ષની મુદત કે લોનની મુદત માટે 6.5 ટકા*ના દરે, જેમાંથી જે પણ ઓછું હોય.
- સબસિડી રૂ. 6 લાખ સુધીની લોનની રકમ પર જ મળશે અને રૂ. 6 લાખથી વધુ લોન, જો કોઈ હોય તો, બિન- સબસિડીના દરે મળશે.
- આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે.