તામિલનાડુ તા.7 : જયલલિતા ના નિધન બાદ તેમના સહુથી નજીક ના એવા શશીકલા ને દિવસે ને દિવસે સસ્પેન્સ વધતું જઈ રહ્યું છે.ઓ પન્નીરસેલવેમં ના રાજીનામાં બાદ લગભગ શશીકલા સીએમ નું પદ સંભાળશે તે વાત નક્કી છે.પરંતુ હજુ તે સત્તવાર રીતે શપથ ગ્રહણ કરસે કે કેમ તેના પર સસ્પેન્સ યથાવત છે.સૂત્રો પર નજર નાખવામાં આવે તો આજે શશીકલા સીએમ પદ માટે સપથ ગ્રહણ કરી શકે છે.
પરંતુ રાજ્યપાલ વિદ્યાસાગર નવી દિલ્લી કે ચેન્નાઇ ની બદલે સીધા મુંબઈ રવાના થઇ ગયા છે,જેના કરને શશીકલા આજે શપથ ગ્રહણ કરે તેની શક્યતા ઘણી ઓછી નજર આવી રહી છે.જ્યારે બીજી તરફ શશીકલા સીએમ પદ ની શપથ ગ્રહણ કરતા પેહલા કાનૂની સલાહ લઇ રહ્યા છે.પરંતુ આગળ ની યોજના ને લઇ પાર્ટી અથવા તો શશીકલા દ્વારા કોઈ પણ પ્રકાર ની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી,જયારે સીએમ પદ ના સપથ ગ્રહણ પેહલા શશીકલા માટે મુશ્કેલી ઓછી થાય તેમ પણ લાગતું નથી.તેમના સપથ ગ્રહણ થાય તે પેહલા જનહિત માટે એક અરજી નાખવામાં આવી છે.જેમાં આજે થનાર શપથ સમારંભ પર રોક લાગવાની વાત કરવામાં આવી છે.
જયારે આ અરજી માં કહેવામાં આવ્યું છે કે શશીકલા અને જયલલિતા પર લાગેલા ભ્રસ્ટાચાર ના આરોપ ને લઇ સુપ્રીમ પેહલા તેનો નિર્ણય સંભળાવે.અને બીજી તરફ જો શશીકલા પર આ આરોપ સાબિત થાય છે તો તેમને સીએમ પદ પર થી રાજીનામુ એવું પડી શકે છે અને જેનાથી તામિલનાડુ ની કાનૂન વ્યવસ્થા ખોરવાઈ જશે.
કોર્ટ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે 19 વર્ષ જુના કેશ માં આવક કરતા વધુ સંપત્તિ ના મામલા માં જયલલિતા અને શશીકલા ને મુક્ત કરવા પર નિર્ણય સંભળાવી શકે છે.જયારે આ નિર્ણય પર કોર્ટ આજે નિર્ણય સંભળાવી શકે છે.