તામિલનાડુ તા.8 : તામિલનાડુ માં હાલ રાજનીતિક સંકટ ના વાદળ ઘેરાય રહ્યાં છે.એઇઆઇડીમેક માં બગાવત નો માહોલ હાલ ચરમસીમા પર છે.પનીરસેલવેમં એ શશીકલા પર આરોપ લગાવ્યો છે કે જયલલિતા જયારે હોસ્પિટલ માં જયારે ગંભીર અવસ્થા માં હતા ત્યારે સશીકલાએ તેમને અમ્મા ને મળવા પણ નોહતા દીધા.જયારે તેમના મોત પર પનીરસેલવેમં એ તપાસ ના આદેશ પણ આપ્યા છે.
પનીરસેલવેમં એ એક નિવેદન આપતા જણાવ્યું હતું કે તેમને મજબૂરી માં પદ છોડવું પડ્યું છે અને તેમને આમ કરવા માટે શશીકલા એ દબાણ કર્યું છે જેના પછી એઆઈડીએમકે એ બે ભાગ માં વહેચાઈ ગઈ હોય તેમ લાગે છે.ત્યારે પાર્ટી ના કેટલાક સંસદ હાલ પનીરસેલવેમં સાથે છે જ્યારે કેટલાક સશીકલા ની તરફેણ માં છે.
પનીરસેલવેમં એ પ્રેસ કોન્ફરન્સ માં શું ખુલાસા કર્યા.
- મેં સત્તા માં હતો ત્યારે પણ અને અત્યારે પણ પાર્ટી ની વિરુદ્ધ માં કોઈ કાર્ય કર્યું નથી.
- જો પાર્ટી ના લોકો મને રાજીનામુ પાછું ખેંચવાનું કહે છે તો હું રાજીનામુ પાછું લઇ લાઇસ.
- અમ્મા 16 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા અને તે સમય દરમિયાન હું બે વખત મુખ્યમંત્રી રહ્યો અને તે અમ્મા ની મરજી થયું હતું અને હું હંમેશ તેમના રસ્તા પર ચાલુ છુ.
- રાજ્યપાલ આવશે પછી હું તેમની સાથે મુલાકાત કરીશ.
- હું સદન માં બહુમતી સાબિત કરીશ.
- તામિલનાડુ ના દરેક શહેર માં જઈ દરેક લોકો ને સાચી હકીકત જણાવીશ.
આના થી પેહલા પનીરસેલવેમં રાજીનામુ આપ્યા બાદ તેમને જણાવ્યું હતું કે ” મને સીએમ નું પદ તો આપવામાં આવ્યું પરંતુ મારુ સતત અપમાન થઇ રહ્યું હતું,મને સતત ધમકી મળી રહી હતી જેના કારણે મેં તત્કાલીન રૂપે પદ છોડ્યું “આ આરોપ પછી શશીકલા એ પાર્ટી ના હેડ ક્વાર્ટર પર તત્કાલીન રૂપે એક બેઠક નું આયોજન કર્યું હતું જેમાં પનીરસેલવેમં ને તમામ પદ પર થી બરખાસ્ત કરી દેવામાં આવ્યા હતા.